×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચૂંટણીનો શંખનાદ : પાંચ રાજ્યોની ચૂંટણી તારીખોની જાહેરાત, બંગાળમાં 8 તબક્કામાં મતદાન, 2જી મેના પરિણામ

નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ શકે છે. ચૂંટણીપંચે દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આજે સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોડાએ કહ્યું કે, આપણા માટે મતદાતાઓને સુરક્ષિત અને જાગૃત રાખવા સૌથી મોટું કામ છે. આપણે કોરોનાકાળમાં રાજ્યસભાની 18 સીટો માટે ચૂંટણીની શરૂઆત કરી, બાદમાં બિહાર ચૂંટણી અને હવે આ પાંચ વિધાનસભા ચૂંટણી વધારે પડકારજનક છે. મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે, ચૂંટણી દરમિયાન ઘણાં કર્મચારીઓ અને અધિકારી તો કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા, સ્વસ્થ થયાં અને ફરી ચૂંટણી ફરજ નિભાવી.

પ. બંગાળ

તબક્કો

તારીખ

1

27 માર્ચ

2

01 એપ્રિલ

3

06 એપ્રિલ

4

10 એપ્રિલ

5

17 એપ્રિલ

6

22 એપ્રિલ

7

26 એપ્રિલ

8

29 એપ્રિલ


- 2જી મેએ પરિણામ

પુડુચેરી

- કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં એક તબક્કામાં મતદાન યોજાશે અને 2જી મેએ ચૂંટણી પરિણામ આવશે

- 12 માર્ચે નોટિફિકેશન બહાર પડશે

- ઉમેદવારી નોંધાવવાની છેલ્લા તારીખ 19 માર્ચ

- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 22 માર્ચ

- 6 એપ્રિલે યોજાશે મતદાન

- 2 મેએ પરિણામ

તમિલનાડુ અને કેરળ

- તમિલનાડુ અને કેરળમાં એક તબક્કમાં મતદાન યોજાશે

- કેરળ અને તમિલનાડુંમાં મતદાન 6 એપ્રિલે થશે

- 2જી મેએ મતગણતરી કરવામાં આવશે

અસમ

  • પ્રથમ તબક્કો (47 બેઠક)

- અસમ વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન ત્રણ તબક્કામાં યોજાશે.

- 2જી મેએ મતગણતરી થશે

- ચૂંટણીનું નોટિફિકેશન 2જી માર્ચે જાહેર થશે

- ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 માર્ચ

- ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 12 માર્ચ

- 27મી માર્ચે મતદાન

- 2જી મેએ પરિણામ

  • બીજો તબક્કો (39 બેઠક)

- ચૂંટણીનું નોટિફિકેશન 5 માર્ચે જાહેર થશે

- ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 10 માર્ચ

- ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 17 માર્ચ

- 01લી એપ્રીલે મતદાન

  • ત્રીજો તબક્કો (40 બેઠક)

- ચૂંટણીનું નોટિફિકેશન 12 માર્ચે જાહેર થશે

- ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 19 માર્ચ

- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 22 માર્ચ

- 06 એપ્રીલે મતદાન થશે



પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં TMCનું શાસન છે. 2016ની ચૂંટણીમાં TMCએ 211 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધન 76 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. જ્યારે ભાજપ માત્ર 3 સીટ જ મેળવી શક્યું હતું અને અન્યના ફાળે 4 બેઠક આવી હતી.

આસામ

વર્ષ 2016માં અસમમાં ભાજપની સરકાર બની હતી. અહીં ભાજપને 86 બેઠક મળી હતી. કોંગ્રેસને 26 બેઠક મળી અને એઆઈયુડીએફને 13 બેઠક મળી હતી. જ્યારે અન્ય પાસે 1 બેઠક હતી.

તામિલનાડુ

તમિલનાડુમાં AIDMK ગઠબંધને ગત ચૂંટણીમાં 134 બેઠક જીતીને સરકાર બનાવી હતી. જ્યારે DMK અને કોંગ્રેસ ગઠબંધનને 98 બેઠક મળી હતી.

કેરળ

કેરળમાં લેફ્ટ પાર્ટીઓ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે. અહીં 140 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. હાલ કેરળમાં કોંગ્રેસ પાસે 47 અને લેફ્ટ પાસે 91 બેઠક છે જ્યારે ભાજપ અને અન્યના ફાળે 1-1 સીટ છે.

પુડુચેરી

પુડુચેરીમાં અત્યાર સુધી કોંગ્રેસની સરકાર હતી. હાલ અહીં રાષ્ટ્રપતિ શાસન છે. પુડુચેરીમાં 30 બેઠકો છે. અહીં કોંગ્રેસ ગઠબંધનની સરકાર પડી ભાંગવાથી CM નારાયણસામીએ રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં અહીં રાષ્ટ્રપતિ શાસન  લાગૂ છે.