×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

INDvsENG: રોહિત-ગીલની જોડીએ સરળ ટાર્ગેટને બનાવ્યો વધુ સરળ, ભારતની શાનદાર જીત

અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

અમદાવાદ ખાતે રમાય રહેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની 3જી ટેસ્ટમાં ભારતનો શાનદાર વિજય થયો છે. ઈંગ્લેન્ડના 49 રનના સરળ લક્ષ્યને રોહિત અને ગીલની જોડીએ વધુ સરળ બનાવ્યો હતો. આ સાથે જ આ મેચે ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. જેમાં ભારતની ધરતી ઉપર રમાયેલી સૌથી નાની ક્રિકેટ મેચ બની છે.

મોટેરા સ્ટેડિયમની પીચ છે કે શું છે. પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ દિવસે જ 112 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બન્ને ટીમો ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. બીજા દિવસે 81 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ભારતને હવે જીતવા માટે 49 રનની જરૂર હતી.

જેના જવાબમાં ઉતરેલી ભારતીય ટીમે સરળ ટાર્ગેટને વધુ સરળ બનાવ્યો. ભારતે આ મેચ 10 વિકેટે જીતી લીધી. આ બીજી ઈનિંગમાં રોહિત શર્માએ 15 અને શુભમન ગીલે 15 રન ફટકારી ટીમને સરળતાથી જીત સુધી પહોંચાડી છે.

અશ્વિને ઇતિહાસ રચ્યો

અમદવાદ સ્થિત વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતીય બોલર અશ્વિન માટે ફળદાયી નીવડ્યું છે. ઈંગ્લેન્ડની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને ઇતિહાસ રચ્યો છે. બીજી ઇનિંગમાં અશ્વિને જોફ્રા આર્ચરની વિકેટ લઇ ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરી નાખ્યો છે. આ સાથે જ રેકોર્ડ પોતાના નામે કરનાર અશ્વિન ચોથો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલા આ કીર્તિમામ અનિલ કુંબલે, કપિલ દેવ અને હરભજન સિંહના નામે હતો.

અક્ષર પટેલે પાંચ વિકેટ આંચકી, મેચમાં કુલ 11મી વિકેટ

આજે અક્ષર પટેલના દરેક બોલે લાગી રહ્યું છે કે તે વિકેટ ઝડપશે! રિલાયન્સ એન્ડથી બોલ અદાણી એન્ડ કરતા વધુ સ્પિન થઈ રહ્યો છે. અક્ષર પટેલે પાંચ વિકેટ ઝડપી છે અને મેચમાં કુલ 11મી વિકેટ ઝડપી છે.