×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મ્યુ. કોર્પોરેશનમાં ભાજપની વિજય પતાકા : કોંગ્રેસનો સફાયો


આપ, ઔવેસી અને માયાવતીનો ગુજરાતમાં પગપેસારો : મોંઘવારી, પેટ્રોલના ભાવ, ખેડૂત આંદોલનની ઇવીએમ પર કોઈ જ અસર ન દેખાઈ

સુરતમાં પાટીલના ગઢમાં આપે ગાબડું પાડયું, કોંગ્રેસનું નામોનિશાન મટયું

વિજય રૂપાણી-પાટીલ છોટે ચાણક્ય સાબિત થયાં, કોંગ્રેસની નેતાગીરી ફેઇલ

જામનગરમાં 64 પૈકી 50 બેઠક પર ભાજપનો વિજય - કોંગ્રેસે બે પેનલથી સંતોષ માન્યો 

વડોદરામાં 1995થી ભાજપનું શાસન બરકરાર-કોંગ્રેસને માત્ર 7 બેઠકો ભાવનગરમાં 44 બેઠકો સાથે ભાજપની ઐતિહાસિક જીત-કોંગ્રેસ માંડ જીતી

અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી, 2021, મંગળવાર

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાંય ભાજપે વિજયનો સિલસીલો યથાવત રાખ્યો હતો.

તમામ મહાનગરપાલિકામાં કુલ મળીને 450થી વધુ બેઠકો પર ભાજપે વિજય હાંસલ કરી ધાર્યો લક્ષ્યાંક પાર પાડયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ છોટે ચાણક્ય સાબિત થયાં હતાં. આ તરફ,કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીના અસ્તિત્વ સામે સવાલો સર્જાયા હતાં.

જોકે, ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાટીલના ગઢ સુરતમાં ગાબડુ પાડીને સોનાના થાળીમાં લોખંડના મેખ જેવી સિૃથતી સર્જા હતી. જયારે અમદાવાદમાં કોંગ્રેસને એૌવેસી નડયા હતાં. ચૂંટણી પરિણામો બાદ આપ અને ઔવેસીના પક્ષે ગુજરાતના રાજકારણમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી છે. વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ભાજપના પ્રદેશ નેતા-કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતાં. 

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 48 વોર્ડમાં 158 બેઠકો પર વિજય મેળવ્યો હતો જયારે કોંગ્રેસનો એટલી હદે કરૂણ રકાસ થયો કે, ગત વખતે 45 બેઠકો જીતી હતી પણ આ વખતે તે ઘટીે માત્ર 25 બેઠકો પર જ વિજય થયો હતો.

ઔવેસીના પક્ષે કોંગ્રેસના મતોમાં ધુ્રવિકરણ કરીને રાજકીય લાભ મેળવ્યો હતો. જમાલપુર અને મકતમપુરામાં ઔવેસીના સાત ઉમેદવારો જિત્યા હતાં.જયારે લાંભા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાળુભાઇ ભરવાડ ભારે બહુમતી સાથે વિજય હાંસલ કર્યો હતો. 

સુરતમાં ભાજપે કદાચ સ્વપ્નમાં ય વિચાર્યુ નહી હોય કે આપ મેદાન મારી જેશે. પાટીલના ગઢમાં  આપે 27 બેઠકો જીતીને રાજકીય પંડિતોને ખોટા પાડયા હતાં. સુરતમાં કોંગ્રેસના ડખાને લીધે આપની દબાદભાભેર એન્ટ્રી થઇ હતી.

ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ મત વિસ્તારોમાં આપે કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત ભાજપની જૂથબંધીનો ય આપને ફાયદો થયો હતો. સૌેથી કરૂણ પરિસિૃથતી કોંગ્રેસની થઇ હતી કેમકે,કોગ્રેસને સમ ખાવા પુરતી ય એકેય બેઠક મળી હતી જેથી સુરત શહેરના કોંગ્રેસના નેતાઓ અચંબામાં મૂકાયા હતાં.

મતદારો કોંગ્રેસ રીતસરનો જાકારો આપ્યો હતો.સુરત મહાનગરપાલિકા જાણે કોંગ્રેસમુક્ત બની હતી. ભાજપે 93 બેઠકો મેળવી સુરત મહાનગરપાલિકા પર દબદબો જાળવી રાખ્યો હતો.સુરતમાં ભાજપનો લક્ષ્યાંક 120 બેઠકો જીતવાનો હતો જે અધૂરો રહ્યો હતો. 

રાજકોટ મહાનગરપાલિકામાં 72 બેઠકો પૈકી ભાજપે 68 બેઠકો જીતી બહુમતી ેમેળવી હતી. નવાઇની વાત તો એ હતીકે,પ્રજાલક્ષી પ્રશ્નો માટે લડનારાં કોંગ્રેસના અતુલ રાજાણી,જાગૃતિ ડાંગર,મનસુખ કાલરિયા જેવા ઉમેદવારોની હાર થઇ હતી.

કોંગ્રેસ માત્ર એક વોર્ડમાં જીતી હતી. માંડ ચાર ઉમેદવારો જીત મેળવી શક્યા હતાં.આમ આદમી પાર્ટી રાજકોટમાં ખાતુ ખોલાવી શકી ન હતી. આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જાદુ છવાયો હતો.રાજકોટમાં કોંગ્રેસ જાણે વિપક્ષનું સૃથાન મેળવવાને લાયક રહી ન હતી.

જામનગર મહાનગરપાલિકામાં ભાજપે 50 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. કોંગ્રેસને ફાળે માત્ર 11 બેઠકો જ આવી હતી. મહત્વની વાત તો એ હતીકે,જામનગરમાં એક વોર્ડમાં બસપાની પેનલનો વિજય થયો હતો. આમ મતદારોએ માયાવતીના પક્ષને આવકાર આપ્યો હતો.

બહુજન સમાજવાદી પાર્ટી વિજેતા થતાં ભાજપ-કોંગ્રેસ પણ ચોકી ઉઠયુ હતું. જામનગરમાં ય આમ આદમી પાર્ટીનો એકેય ઉમેદવાર જીત મેળવવામાં સફળ થઇ શક્યો ન હતો. જામનગર મહાનગરપાલિકામાં ય ભાજપનુ શાસન યથાવત રહ્યુ હતું. ભાવનગરપાલિકામાં ભાજપ ઐતિહાસિક જીત થઇ હતી.10 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા થઇ હતી.

માત્ર એક જ વોર્ડમાં કોંગ્રેસની જીત થઇ હતી. ગત વખત કરતાં આ વખતે કોંગ્રેસની બેઠકો ઘટી હતી જયારે ભાજપને 10 બેઠકોનો ફાયદો થયો હતો. શરૂઆતના તબક્કાથી ભાજપ તરફી પરિણામો રહ્યા હતાં તે છેલ્લી ઘડી સુધી યથાવત રહ્યા હતાં જેના કારણે કોંગ્રેસમાં તો સન્નાટો ફલાયો હતો. ચૂંટણી પરિણામનો દિવસ હોઇ શહેરમાં રજા જેવો માહોલ સર્જાયો હતો.

વડોદરા મહાનગરપાલિકામાં વર્ષ 1995થી ભાજપનું શાસન રહ્યુ છે જે આજેય કાયમ રહ્યુ હતું. વડોદરા શહેરની 19 વોર્ડની 76 બેઠકો પૈકી 69 બેઠકો ભાજપે ફાળે ગઇ હતી જેના કારણે કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા હતાં. ગત વખતથી સરખામણીમાં આ વખતે ભાજપને 11 બેઠકોનો ફાયદો થયો હતો. વડોદરામાં ય ભાજપ મહાનગરપાલિકા પર કબજો જાળવી રાખ્યો હતો. 

ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરા,ભાવનગર અને જામનગરમાં  વિજય સરઘસ નીકળ્યા હતાં. ઠેર ઠેર ડીજેના તાલે ખુલ્લી જીપ અને ઘોડા પર બેસીને વિજેતા ઉમેદવારો મતદારોનો આભાર માનવા રેલી સ્વરૂપે નીકળ્યા હતાં જેથી શહેરમા ટ્રાફિક જામ સર્જાયો હતો.

 સમર્થકો મિઠાઇ ખવવાડી મો મીઠાં કર્યા હતાં. ગાંધીનગરમાં કમલમ-ખાનપુર સિૃથત ભાજપ કાર્યાલય પાસે ફટાકડાં ફોડી  ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો. જયારે પાલડી સિૃથત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ સન્નાટો છવાયો હતો.કોઇ પ્રદેશ-શહેરના નેતાઓ દિવસભર ફરક્યા ન હતાં. આમ,પેટા ચૂંટણી,મહાનગરપાલિકામાં વિજયની હારમાળા સર્જી ભાજપે હવે પંચાયતો પર વિજય મેળવવા કવાયત હાથ ધરી છે.

મહાનગરોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ

અમદાવાદ (કુલ બેઠક : 192)

પક્ષ

2021

2015

વધ/ઘટ

ભાજપ

159

142

+17

કોંગ્રેસ

25

49

-24

અન્ય

08

01

+07


સુરત (કુલ બેઠક : 120)

પક્ષ

2021

2015

વધ/ઘટ

ભાજપ

93

79

+14

કોંગ્રેસ

00

36

-36

અન્ય

23

00

+23

(*2015માં કુલ 116 બેઠક હતી.)

રાજકોટ (કુલ બેઠક : 72)

પક્ષ

2021

2015

વધ/ઘટ

ભાજપ

68

38

+30

કોંગ્રેસ

04

34

-30

અન્ય

00

00

00


જામનગર (કુલ બેઠક : 64)

પક્ષ

2021

2015

વધ/ઘટ

ભાજપ

50

38

+12

કોંગ્રેસ

11

24

-13

અન્ય

03

04

+01

(*2015માં 66 બેઠક.)

ભાવનગર (કુલ બેઠક : 52)

પક્ષ

2021

2015

વધ/ઘટ

ભાજપ

44

34

+10

કોંગ્રેસ

08

18

-10

અન્ય

00

00

00


વડોદરા (કુલ બેઠક : 76)

પક્ષ

2021

2015

વધ/ઘટ

ભાજપ

69

58

+11

કોંગ્રેસ

07

14

-07

અન્ય

00

08

+08