×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પશ્ચિમ બંગાળે હવે પરિવર્તનનું મન બનાવી લીધું છે : બંગાળના હૂગલીમાં વડાપ્રધાનનો હુંકાર

- નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી મેટ્રો રેલના વિસ્તારનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા છે

કોલકાતા, તા. 22 ફેબ્રુઆરી 2021, સોમવાર

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને મેદાન એ જંગ જામ્યો છે. અહીં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધું ઘર્ષણ થઇ રહ્યું છે. તેવામાં સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે ને હૂગલીની અંદર એક સભાને સંબોધિત કરીને મમતા સરકાર પર પ્રહારો કર્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી મેટ્રો રેલના વિસ્તારનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા છે. 

વડાપ્રધાને પોતાના ભાષણની શરુઆત બાંગલા ભાષામાં અભિનંદન આપીને કરી. વડાપ્રધાને કહ્યું કે આપ લોકોનો આ ઉત્સાહ અને ઉમંગ કોલકાતાથી લઇને દિલ્હી સુધી એક મોટો સંદેશ આપે છે. હવે પષ્ચિમ બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું છે. 

વડાપ્રધાને કહ્યું કે આજે આ વીરોની ધરતી પરથી પશ્ચિમ બંગાળ પોતાના ઝડપી વિકાસના સંકલ્પને સિદ્ધ કરવા માટે એક મોટુ પગલુ લઇ રહ્યું છે. આ પહેલા હું તમને ગેસ કનેક્ટિવિટીનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ આપવા આવ્યો હતો. આજે રેલ અને મેટ્રો કનેક્ટિવિટીને મજબૂત કરવાનું મહત્વપૂર્ણ કામ શરૂ થવા જઇ રહ્યું છે. આપણા દેશમાં પણ આ કામ દશકો પહેલા થવું જોઇતું હતું.

તેમણે આગળ કહ્યું કે મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે ત્યાર સુધી અહીં જેટલી પણ સરકારો આવી છે, તેમણે આ આખા ક્ષેત્રને તેના હાલ પર જ છોડી દીધું છે. અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધરોહરને રઝળવા દીધી છે. વંદે માતરમ ભવન કે જ્યાં બંકિમચંદજી પાંચ વર્ષ સુધી રહ્યા તેની સ્થિતિ પણ દયનીય છે. આ સાથે જ મમતા સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે મા માટી માનુષની વાત કરવાવાળઆ લોકો બંગાળના વિકાસ સામને દિવાલ બનીને ઉભા છે. 

કેન્દ્ર સરકાર ખેડૂતો અને ગરીબોના હકના પૈસા સીધા તેમના ખાતામાં જમા કરાવે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની યોજનાઓના પૈસા ટીએમસીના ટાલાબોજની સહમતિ વગર ગરીબો સુધી નથી પહોંચી શકતા.

ઉલ્લેખનીય છે કે વડાપર્ધાન નરેન્દ્ર મોદીનો એક મહિનાની અંદર આ ત્રીજો બંગાળ પ્રવાસ છે. જો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી કાર્યક્રમમાં સામેલ નહીં થાય. મમતા બે દિવસ બાદ હુગલીમાં જ જનસભા કરીને રાજકીય જવાબ આપવાની તૈયારીમાં છે.