×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિધાનસભા ચૂંટણી : પશ્ચિમ બંગાળમાં કેન્દ્રિય સુરક્ષા દળોની 125 કંપનીઓને તહેનાત કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યનામાં રાખીને ચૂંટણી પંચે રાજ્યમાં 25 ફેબ્રુઆરી સુધીમાં કેન્દ્રિય સુરક્ષા દળોની તહેનાતી કરવનો નિર્ણય કર્યો છે. જેમાંથી 12 કંપનીઓ શનિવાર સુધીમાં કોલકાતા પહોંચી જશે. એક અધિકારીએ આ માહિતિ આપી છે.

તેમણે કહ્યું કે આ કંપનીઓમાં સીઆરપીએફની 60 કંપનીઓ, સશસ્ત્ર સીમા દળની 30 કંપનીઓ, સાઆઇએસએફ અને આઇટીબીપીની પાંચ પાંચ કંપનીઓ સામેલ છે. સીએપેફની જિલ્લા પ્રમાણેની સ્થિતિ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મોકલવામાં આવી છે. 

દરેક જિલ્લાના એસપીને જવાનોના રહેવાની, પરિવહન અને અન્ય મદદ કરવાની તૈયારી કતરવાનો આદેશ પણ પવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત કેન્દ્રિય સુરક્ષા દળોની 12 કંપનીઓ શનિવારે મહાનગર પહોંચી જશે. બીરભૂમ જિલ્લા માટે એક કંપની શુક્રવાર રાતે પહોંચે તેવી શક્યતા છે.

આ બધા વચ્ચે ચૂંટણી પંચે શુક્રવારે પશ્ચિમ બંગાળમાં 24000 મતદાન અધિકારીઓની ટ્રેનિંગની શરુઆત કરી છે. પશ્ચિમ બંગાળના 294 સીટો ધરાવતી વિધાનસભા માટે એપ્રિલ મે મહિનામાં ચૂંટણી થવાની છે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં રાજકિય હિંસાનો ઇતિહાસ જૂનો છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.