×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈઃ BJP માઈનોરિટી સેલનો અધ્યક્ષ નીકળ્યો બાંગ્લાદેશી, કોંગ્રેસ બોલી- શું આ સંઘ જિહાદ છે?


- શું નાગરિકતા સંશોધન કાયદામાં ભાજપ માટે અલગ જોગવાઈ છે તેવો સવાલ

મુંબઈ, તા. 20 ફેબ્રુઆરી, 2021, શનિવાર

કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ મામલે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ બાંગ્લાદેશી નાગરિક ઉત્તરી મુંબઈમાં ભાજપના માઈનોરિટી સેલના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યો હતો. આ નાગરિક ભારતમાં ગેરકાયદેસર દસ્તાવેજો સાથે વસવાટ કરી રહ્યો હતો. આરોપીની ઓળખાણ રૂબેલ જોનુ શેખ તરીકે કરવામાં આવી છે અને તેની ઉંમર 24 વર્ષ છે. 

કોંગ્રેસી નેતા સચિન સાવંતે આ મામલે એક ટ્વીટ કરી છે અને આને બીજેપીનો સંઘ જિહાદ ગણાવ્યો છે. તેમણે લખ્યું હતું કે, કેટલાક બીજેપી નેતા ગૌમાતાની તસ્કરી કરતા ઝડપાયા હતા તો કેટલાકની ઓળખ આઈએસઆઈ એજન્ટ તરીકે સામે આવી છે. હવે આ રૂબેલ શેખ છે જે એક બાંગ્લાદેશી નાગરિક છે અને ભાજપમાં માઈનોરિટી સેલના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યો છે. શું ભાજપ માટે નાગરિકતા સંશોધન કાયદા (CAA)માં કોઈ અલગ જોગવાઈ કરવામાં આવી છે?

મુંબઈ પોલીસે ગત સપ્તાહે રૂબેલ શેખની ધરપકડ કરી હતી. તેના પાસેથી નકલી કાગળીયા મળી આવ્યા હતા જેના આધાર પર તેણે નકલી આધારકાર્ડ અને પાનકાર્ડ પણ બનાવી રાખ્યા હતા. તે 2011માં કોઈ કાગળીયા વગર ભારતમાં ઘૂસી આવ્યો હતો અને ભાજપ માટે કામ કરવા લાગ્યો હતો જેથી તેને નોર્થ મુંબઈ માઈનોરિટી સેલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલો. બાદમાં તેણે બોગસ દસ્તાવેજોના આધારે કાગળીયા બનાવડાવી લીધા હતા.