×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

RBI એ વધુ એક બેંક પર પ્રતિબંધ લગાવ્યો, ગ્રાહકો 6 મહિનામાં માત્ર 1000 રુપિયા ઉપાડી શકશે

- કર્ણાટકની ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંકની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી પ્રતિબંધ

નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2021, શનિવાર

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કર્ણાટકના ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે બેંક કોઇને પણ નવી લોન નહીં આપી શકે. ઉપરાંત બેંક હવે કોઇ નવી એફડી કે નવા એકાઉન્ટનો પણ સ્વીકાર નહહીં કરી શકે.

આરબીઆઇએ આ બેંકની આર્થિક સ્થિતિ બરાબર ના હોવાવના કારણે તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. બેંક પર 19 ફેબ્રુઆરી 2021થી 6 મહિના સુધી પ્રતિબંધ રહેશે. આ દરમિયાન બેંક કોઇ પણ પ્રકારનો વહિવટ નહીં કરી શકે. આરબાઇએ સ્પષ્ટ કર્યુ કે આ પ્રતિબંધનો અર્થ એવો નથી કે બેંકનું લાઇસન્સ રદ્દ થશે. પ્રતિબંધો સાથે બેંક બેંકિગ સેવાઓનું સંચાલન શરુ રાખશે.

આરબાઇએ જણાવ્યું કે આ 6 મહિનામાં બેંકની આર્થિક સ્થિતિ સુધરવાની આશા છે. ત્યારબાદ બેંકની સમીક્ષા કરવામાં આવશે. આટલું જ નહીં પણ આરબીઆઇએ બેંક પર તેની અનુમતિ વગર કોઇ પણ પ્રકારનું નવું રોકાણ અથવા તો જમારાશિ લેવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

બંકના સીઇઓને પણ 18 ફેબ્રુઆરીએ નિર્દેશ આપ્યો છે કે તેઓ કોઇ પણ પ્રકારનું ચુકવણુ ના કરે, ભલે તે દેવાની રકમ હોય. સાથે જ બંક પોતાની કોઇ સંપતિનો વહિવટ પણ નહીં કરી શકે. ખાસ વાત એ છે કે આરબીઆઇએ બેંકના તમામ ચાલુ અને બચત ખાતાના ગ્રાહકોને 6 મહિનાની અંદર માત્ર 1000 રુપિયા ઉપાડવાની મંજૂરી આપી છે. જો કે આ 6 મહિના દરમિયાન ગ્રાહકોને તેમની જમા રાશિ પર વ્યાજ મળતું રહેશે.