×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મતદાન કરવા અમદાવાદ પહોંચશે, CM રૂપાણી પીપીઈ કીટ પહેરી કરશે મતદાન


અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી 2021, રવિવાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યની 6 કોર્પોરેશનની 575 બેઠક માટે મતદાન શરુ, 2,276 ઉમેદવારોનું ભાવિ સીલ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપી નેતા અમિત શાહ પણ મતદાન કરવા અમદાવાદ પહોંચશે અને મતદાન કરશે ત્યાં જ કોરોના સંક્રમિત મુખ્યમંત્રી વિજય રૂપાણી પીપીટી કીટ પહેરી મતદાન કરશે.

રાજ્યમાં આજે 6 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. અમદાવાદ નગર નિગમમાં મતદાન માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે.

CM રૂપાણી પીપીઈ કીટ પહેરી કરશે મતદાન

પીએમ મોદી પણ અમદાવાદ નગર નિગમના મતદાતા છે, પરંતુ તેમના વોટિંગ કરવા અંગે કોઈ પુષ્ટિ થઇ નથી. ત્યાં જ કોરોના કાળમાં થનારી આ ચૂંટણીમાં મતદાન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મતદાન કરશે, પરંતુ ચૂંટણી આયોગની ગાઇડલાઇન મુજબ મુખ્યમંત્રી સાંજે 5 વાગ્યે રાજકોટમાં મતદાન કરશે.

એક મતદારે વોર્ડના બે મહિલા અને બે પુરૂષ મતદારોને મત ના આપે તો મત કેન્સલ થશે

છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં એક મતદારે તેના વોર્ડના કોઈપણ પક્ષના ચાર ઉમેદવારોને મત આપવાનો રહેશે. તેમાં બે મહિલા અને બે પુરૂષ મતદારોને તેઓ મત આપી શકે છે. બે મહિલા અને બે પુરૂષ કરતાં વધુને મત આપનાર મતદારનો મત કેન્સલ થયેલો ગણાશે. મતદાતાને કોઈપણ ઉમેદવાર કે કોઈપણ પક્ષના ઉમેદવાર પસંદ ન હોય તો નોટા-નન ઓફ ધી એબોવ (ઉપરના ઉમેદવારોમાંથી કોઈને પણ મત નથી આપવો) તેમ જણાવતું નોટાનું બટન પણ દબાવી શકે છે.