×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'મેટ્રો મેન' ઈ શ્રીધરન જોડાશે ભાજપમાં, વિજય યાત્રા દરમિયાન લેશે સભ્યપદ


- ભાજપે ઈ શ્રીધરનને આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટે અનુરોધ કર્યો

નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

દેશભરમાં 'મેટ્રો મેન' તરીકે નામના મેળવી ચુકેલા ઈ શ્રીધરન હવે રાજકીય કારકિર્દીમાં ડગલું માંડવાની તૈયારીમાં છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. પાર્ટીની વિજય યાત્રા દરમિયાન તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. કેરળમાં ભાજપના સ્ટેટ યુનિટના પ્રમુખ કે. સુરેન્દ્રનના નેતૃત્વમાં 21મી ફેબ્રુઆરીથી પાર્ટીની વિજય યાત્રા શરૂ થઈ રહી છે. 'મેટ્રો મેન' ઈ શ્રીધરન 21મી ફેબ્રુઆરીએ કેરળ ભાજપના પ્રમુખ કે. સુરેન્દ્રનની અધ્યક્ષતામાં વિજય યાત્રા દરમિયાન સત્તાવાર રીતે પાર્ટીમાં સામેલ થશે. 

પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણ એલટુવલપિલ શ્રીધરને ટ્રાન્સપોર્ટને એક નવો મુકામ આપ્યો છે અને મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પરિયોજનામાં તેમનું મહત્વનું યોગદાન છે. 31 ડિસેમ્બર, 2011ના રોજ તેઓ દિલ્હી મેટ્રોના પ્રમુખ તરીકે સેવાનિવૃત્તિ પામ્યા હતા. 

ભાજપે ઈ શ્રીધરનને આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટે અનુરોધ કર્યો છે. દિલ્હી મેટ્રોને વિકાસની નવી ઉંચાઈએ લઈ જનારા શ્રીધરને કોલકાતા મેટ્રોની સંરચના પણ તૈયાર કરી હતી. તેઓ કોંકણ રેલવેમાં પોતાના ઉત્કૃષ્ટ યોગદાન માટે પણ જાણીતા છે. 2005માં ફ્રાન્સ સરકારે તેમને Chavalier de la Legion d’honneurથી સન્માનિત કર્યા હતા અને ટાઈમ મેગેઝીન પણ તેમને એશિયાના હીરો તરીકેનું સન્માન આપી ચુકી છે.