×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં આજે 278 નવા કેસ, 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 4403, 8 જિલ્લામાં એક પણ કેસ નહીં

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી 2021 બુધવાર

ગુજરાતમાં કોરોનાનાં કેસ વધતા સ્થિતી ચિંતાજનક બની છે રાજ્યમાં આજે કોરોનાના કુલ 278 કેસ નોંધાયા છે તો 273 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના રોગચાળાને હરાવવામાં કુલ 2,59,928  દર્દીઓ સફળ રહ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા કુલ મૃત્યુઆંક પણ 4403એ પહોંચ્યો છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ પણ 97.70%એ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 1703 એક્ટિવ કેસમાંથી 32 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 1671 સ્ટેબલ છે. 

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નોંધાયેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 59, વડોદરામાં 58, સુરતમાં 47 કેસ, રાજકોટમાં 42, જામનગરમાં 9, ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 1, જૂનાગઢમાં 2, મહેસાણામાં 6 કેસ, આણંદ, ગીર સોમનાથ, ખેડા, સાબરકાંઠામાં 5 – 5 કેસ, બનાસકાંઠા, કચ્છમાં 4 – 4, મહિસાગરમાં 3 કેસ, ભરૂચ, મોરબી, વલસાડમાં 2 – 2, દાહોદમાં 1 કેસ, છોટા ઉદેપુર, નવસારી, પંચમહાલમાં 1 – 1 કેસ અને પાટણ, સુરેન્દ્રનગર, તાપીમાં 1 – 1 કેસ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં અમરેલી, અરવલ્લી, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને પોરબંદર એમ કુલ 08 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. 

રાજ્યમાં આજના દિવસ દરમિયાન 317 કેન્દ્રો પર 3718 વ્યક્તિઓને કોરોનાની રસી લગાવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8,05,630 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.