×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારની સેન્ચુરી : પેટ્રોલ 100 'નોટ આઉટ'

- રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ રૂ. 100.13, જ્યારે પ્રિમિયમ પેટ્રોલનો ભાવ રૂ. 102.91: મ.પ્ર.ના અનુપ્પુરમાં પેટ્રોલનો ભાવ રૂ. 99.90

- રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધારે વેટ હોવાથી ત્યાં પેટ્રોલનો ભાવ સમગ્ર દેશમાં સૌથી વધારે   


(પીટીઆઇ)          નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2021, બુધવાર

સળંગ નવમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવતા દેશના પ્રથમ વખત પેટ્રોલનો ભાવ  ૧૦૦ને પાર થયો છે. રાજસ્થાનના શ્રીનગરમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦.૧૩ રૂપિયા થયો છે.  સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. 

 મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બ્રાન્ડેડ એટલે કે પ્રિમિયમ પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થયો છે. ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં વેટનો ભાવ અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અલગ અલગ હોય છે. રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધુ વેટ વસૂલ કરવામાં આવે છે. 

આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૮૯.૫૪ રૂપિયા થઇ ગયો છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ વધીને ૭૯.૯૫ રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૬ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૬.૯૮ રૂપિયા થઇ ગયો છે.  ગયા મહિને જ રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં બે ટકાનો ઘટાડો કર્યો હોવા છતાં રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ દેશમાં સૌથી વધારે છે. રાજસ્થાનમાં હાલમાં  પેટ્રોલ પર ૩૬ ટકા વેટ તથા ૧.૫ રૂપિયા રોડ સેસ વસૂલ કરવામાં આવે છે. જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે. રાજસ્થાનમાં હાલમાં ડીઝલ પર ૨૬ ટકા વેટ અને ૧.૭૫ રૂપિયા રોડ સેસ વસૂલ કરવામાં આવે છે.  રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૨.૧૩ રૂપિયા થયો છે. મધ્ય પ્રદેશના અનુપ્પુરમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૯.૯૦ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૦.૩૫ રૂપિયા થયો છે. 

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રિમિયમ પેટ્રોલનો ભાવ વધીને ૧૦૨.૯૧ રૂપિયા અને પ્રિમિયમ ડીઝલનો ભાવ ૮૩.૨૪ રૂપિયા થયો છે.  છેલ્લા નવ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૨.૫૯ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૨.૮૨ રૂપિયાનો વધારો થયો છે. 

ઓઇલની આયાત  નિર્ભરતા ઘટાડવાની જરૂર : મોદી 

દેશમાં પ્રથમ વખત પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર ગયો છે ત્યારે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ ઓઇલની આયાત  પરની નિર્ભરતા ઘટાડી હોત તો આજે સામાન્ય માનવીને આટલો આર્થિક બોજ સહન ન કરવો પડયો હોત.  તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ઓઇલની જરૂરિયાતના ૮૫ ટકા ઓેઇલની આયાત કરવામાં આવી હતી. જ્યારે ગેસની જરૂરિયાતના ૫૩ ટકા ગેસની આયાત કરવામાં આવી હતી. 

પેટ્રોલ-ડીઝલના ભાવનો અસાધારણ 'વિકાસ'

ગુજરાતમાં ભાવનગર સૌથી મોંઘુ

ગુજરાતના વિવિધ શહેરોના પેટ્રોલ-ડીઝલના સરેરાશ ભાવ અહીં રજૂ કર્યા છે.

શહેર

પેટ્રોલ

ડીઝલ

ભાવનગર

૮૮.૧૬

૮૭.૫૧

દાહોદ

૮૭.૬૭

૮૭.૦૨

સુરેન્દ્રનગર

૮૭.૬૧

૮૬.૯૭

અમરેલી

૮૭.૩૯

૮૬.૭૭

હિંમતનગર

૮૭.૩૧

૮૬.૬૭

જૂનાગઢ

૮૭.૨૬

૮૬.૬૪

ગોધરા

 ૮૭.૦૮

૮૬.૪૪

પોરબંદર

 ૮૭.૦૮

૮૬.૪૪

ભુજ

૮૬.૯૬

૮૬.૩૨

મહેસાણા

૮૬.૭૭

 ૮૬.૧૫

સુરત

૮૬.૭૪

૮૬.૧૩

જામનગર

૮૬.૬૩

 ૮૫.૯૯

અમદાવાદ

૮૬.૭૨

૮૬.૦૮

રાજકોટ

૮૬.૫૦

૮૫.૮૮

વડોદરા

૮૬.૪૦

૮૫.૭૬

3 દાયકામાં પેટ્રોલના ભાવ દસ ગણા, ડીઝલના 22 ગણા વધ્યા!

દિલ્હીમાં ૩ દાયકા પહેલા ૧૯૮૯માં પેટ્રોલનો એવરેજ ભાવ ૮.૫ રૂપિયા હતો. એ વધીને આજે ૯૦ રૂપિયાએ પહોંચવા આવ્યો છે. તો ૧૯૮૯માં દિલ્હીમાં ડીઝલ ૩.૫ રૂપિયે લીટર હતું, જે આજે વધીને ૮૦ રૂપિયા નજીક પહોંચ્યુ છે. અહીં દિલ્હીનો સરેરાશ ભાવ આપ્યો છે.

વર્ષ

પેટ્રોલ

ડીઝલ

૧૯૮૯

૮.૫

૩.૫

૧૯૯૧

૧૪

૧૯૯૪

૧૭

૧૯૯૭

૨૩

૧૦

૨૦૦૦

૨૬

૧૫

૨૦૦૩

૩૧

૨૧

૨૦૦૭

૪૩

૩૦

૨૦૧૦

૪૭

૩૭

૨૦૧૩

૬૩

૫૦

૨૦૧૭

૬૫

૫૫

૨૦૨૧

૯૦

૮૦