×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અચ્છે દિન આને વાલે હૈ! તૈયાર થઈ જાવ હવે જીવન જરૂરિયાતની આ વસ્તુના પણ વધી રહ્યા છે ભાવ, ગજવા હળવા કરવા પડશે


નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2021, બુધવાર

દેશમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. પેટ્રોલ- ડિઝલના ભાવ દિવસને દિવસે વધી રહ્યાં છે, સાથે જ રાંધણગેસના ભાવમાં પણ વધારો થઈ રહો છે ત્યારે બીજી તરફ સામાન્ય માણસના ગજવા વધુ થશે ખાલી, કારણકે હવે ટેલિકોમ કંપનીઓ પણ ભાવ વધારો ઝીંકી રહી છે.

જો તમે મોબાઈલ પર વાત કરો છો અને ઈન્ટરનેટનો ઉપયોગ પણ કરી રહ્યા છો તો હવે વધુ રૂપિયા ચૂકવવા તૈયાર થઈ જજો, હવે કોલ સુવિધા અને ઈન્ટરનેટ વપરાશ મોંઘો થવાનો છે. ઉલ્લેખનીય છે કે ટેલિકોમ કંપનીઓ આ વર્ષે 1લી એપ્રીલથી દરોમાં વધારો કરવાની તૈયારીમાં છે. સાથે જ તેને આગળ પણ દરોમાં વધારો કરી શકે છે. રેટિંગ ઈક્રાની રિપોર્ટમાં આ વાત સામે આવી છે.


રેટિંગ ઈક્રાની રિપોર્ટમાં આ વાત સામે આવી
કોરોના સંકટ અને ખાસ કરીને લોકડાઉનમાં જ્યાં અન્ય ક્ષેત્રો મુશ્કેલી વધી છે ત્યારે ટેલિકોમ કંપનીઓની એવરેજ રેવન્યૂ એટલે કે પ્રતિ ગ્રાહક સરેરાશ રેવન્યૂમાં સુધારો થયો છે. જોકે ટેલિકોમ કંપનીઓના વધતા ખર્ચાને જોતા આ પુરતું નથી. એવામાં કંપનીઓ મોબાઈલ દરોને વધારીને તેને ભરપાઈ કરવાની તૈયારીમાં છે. આ પહેલા ગત વર્ષે પણ કેટલીક ટેલિકોમ કંપનીઓએ દરોમાં વધારો કર્યો હતો.

ટેલિકોમ કંપનીઓએ દરોમાં વધારો કર્યો
ઉલ્લેખનિય છે કે કુલ એજીઆરનું બાકી 1.69 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે હજુ સુધી માત્ર 15 ટેલિકોમ કંપનીઓએ માત્ર 30,254 કરોડ રૂપિયા જ ચુકવ્યા છે. એરટેલ પર લગભગ 25,976 કરોડ રૂપિયા, વોડાફોન-આઈડિયા પર 50399 કરોડ રૂપિયા અને ટાટા ટેલિસર્વિસેઝ પર લગભગ 16,798 કરોડ રૂપિયા બાકી છે. કંપનીઓને 10%  રકમ ચાલુ નાણાંકિય વર્ષમાં અને બાકીની રકમ આગળના વર્ષોમાં ચુકવવાની છે.