×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘આપણા ઉપર UAPA અંતર્ગત કાર્યવાહી થઇ શકે છે’ : વાંચો ગ્રેટા થનબર્ગ અને દિશા રવિ વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

દિલ્હી પોલીસ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ટૂલકિટ કેસની તપાસ કરી રહી છે અને તેની સાથે જોડાયેલા અને તેના પ્લાનિંગમાં સામેલ લોકોને સોધી રહી છે. આ પહેલા દિલેહી પોલીસે બેંગલોરથી દિશા રવિ નામની 21 વર્ષિય પર્યાવરણ કાર્યકર્તાની ધરપકડ કરી છે. દિશા રવિએ જ આ ટૂલકિટ ગ્રેટા થનબર્ગ સુધી પહોંચાડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે દિશા રવિ અને સ્વીડિશ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ સામે આવી છે.

દિશાએ પોતાના ફોનનો બધો ડેટા ડિલીટ કરી નાંખ્યો હતો, પરંતુ પોલીસે તેને ફરીથી રિટ્રીવ કરી લીધાનો દાવો કર્યો છે. ત્યારબાદ આ વ્હોટ્સએપ ચેટ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ગ્રેટા થનબર્ગે ગત ત્રણ ફેબ્રુઆરીના રોજ ટ્વિટર પર ટૂલકિટ અપલોડ કરીને બાદમાં ડિલિટ કરી હતી. તે જ રાતે દિશા રવિ અને ગ્રેટા વચ્ચે વ્હોટ્સએપ પર વાતચીત થઇ છે. આ ચેટ પરથી ખુલાસો થયો કે ગ્રેટાએ ભૂલથી ટૂલકિટ શેર કરી હતી, જેના કારણે દિશા રવિ ગભરાઇ ગઇ. તેને યુએપીએ (unlawful activities (prevention) act)નો ભય લાગ્યો. 

બંને વચ્ચે વ્હોટ્સએપ પર થયેલી વાતચીત......

ગ્રેટા થનબર્ગ (9:25 pm) : સારું થાત જો આ અત્યારે તૈયાર હોત.... જેના કારણે મને ધમકી મળત. આના કારણે તો હોબાળો શરુ થઇ ગયો.

દિશા (9:25 pm) : SHIT, SHIT.... હમણા મોકલું છું. 

દિશા (9:35 pm) : શું તમે ટૂલકિટને ટ્વિટ કરવાનું ટાળી શકો? શું આપણે થોડો સમય આ વિશે કંઇ ના બોલીએ? હું વકિલો સાથે વાત કરવા માંગુ છું. આઇ એમ સોરી, પરતું તેના પર આપણા નામ છે અને આપણા પર યુએપીએ અંતર્ગત કાર્યવાહી થઇ શકે છે.

દિશા (9:39 pm) : આર યુ ઓકે?

ગ્રેટા થનબર્ગ (9:40 pm) : મારે કંઇક લખવું પડશે.

દિશા (9:40 pm) : મને પાંચ મિનિટ આપો મારી વકિલો સાથે વાત શરુ છે.

ગ્રેટા થનબર્ગ (9:41 pm) : ઘણી વખત આવી નફરતની આંધી આવે છે અને ખરેખર તે શક્તિશાળી હોય છે.

દિશા (9:41 pm) : બરાબર. હું ખરેખર માફી માંગુ છું. અમે બધા ડરી ગયા છીએ.. અહીં સ્થિતિ ખૂબ ખરાબ થઇ રહી છે. પરંતુ અમે ધ્યાન રાખીશું કે તમને કંઇ ના થાય. આપણે તમામ સોશિયલ મીડિયા હેન્ડલ ડિએક્ટિવ કરવા પડશે.