×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી હિંસા મુદ્દે પોલીસને મળી મોટી સફળતા, વધુ એક આરોપી ઝડપાયો

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2021, બુધવાર

દિલ્હીમાં 26મી જાન્યુઆરીના ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન કિલા પર થયેલી હિંસા મામલે વધુ એક ધરપકડ થઈ છે. પોલીસે લાલ કિલા પર હિંસાના આરોપીઓમાંથી એક મનિંદર સિંહ ઉર્ફ મોનીની ધરપકડ કરી છે. આ સાથે જ તેની પાસેથી તલવાર પણ જપ્ત કરવામાં આવી છે. આ પહેલા પોલીસે દિપ સિદ્ધૂ સહિત ઘણાં આરોપીઓની ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસની ટીમે મનિંદર સિંહને પીતમપુરાથી ઝડપ્યો છે. તેની ધરપકડ મંગળવારે રાત્રે થઈ. તે કાર એસી મિકેનિકનું કામ કરતો હતો. તેની પાસેથી 4.3 ફુટની બે તલવારો પણ જપ્ત કરવામાં આવી છે. દિલ્હી પોલીસ પ્રમાણએ લાલ કિલાની ઘણી તસવીરો સામે આવી હતી જેમાં મનિંદર સિંહ બે તલવાર સાથે જોવા મળ્યો હતો અને પોલીસકર્મીઓ પર હુમલો કરવા માટે લોકોને ઉકસાવતો હતો.

આ સિવાય મનિંદર સિંહે ફેસબુક પર ઘણી ભડકાઉ પોસ્ટ પણ મુકી હતી. તે અવારનવાર સિંધૂ બોર્ડર પર જતો રહેતો હતો. દિલ્હી પોલીસ પ્રમાણે આરોપીએ પોતાના 5 સહયોગીઓ અને અન્ય અજાણ્યા સશસ્ત્ર લોકો સાથે લાલ કિલામાં ઘુસ્યા અને મનિંદરે તલવારબાજી કરી. આ તલવારબાજીથી ઉપદ્રવિઓ વધુ ઉશ્કેરાયા અને તેમણે ત્યાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલ કર્યો. આ દરમિયાન લાલ કિલાને નુંકસાન પહોંચાડવામાં આવ્યું હતું.