×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં 50થી વધુ વયનાં લોકોને આગામી માર્ચથી લગાવવામાં આવશે કોરોના રસી: ડો. હર્ષવર્ધન

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2021 સોમવાર

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને સોમવારે કોરોના રસીકરણ અભિયાન અંગે મોટી ઘોષણા કરી છે, તેમણે કહ્યું કે 50 વર્ષથી ઉપરનાં નાગરિકોને માર્ચમાં વેક્સિન લગાવવાનું શરૂ કરવામાં આવશે, તેમણે કહ્યું  કે છેલ્લા 7 દિવસોમાં દેશનાં 88 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

ડો. હર્ષવર્ધને કહ્યું કે તે મહત્વપુર્ણ છે કે લોકોએ હજુ કોરોનાનાં નિયમોનું પાલન કરવું પડશે, તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે રસીની સાથે-સાથે સામાજીક રસીનું પણ ધ્યાન રાખે, તેમણે કહ્યું કે આજે દેશમાં બે વેક્સિન ઉપલબ્ધ થઇ ગઇ છે, 80થી 85 લાખ આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને વેક્સિન લગાવવામાં આવી છે, તે ઉપરાંત વિશ્વનાં 20-25 દેશોને વેક્સિન પહોંચાડવાની સ્થિતીમાં આવી ગયા છિએ. 

આરોગ્ય પ્રધાને કહ્યું કે દેશમાં હાલનાં સમયે 18થી 20 રસી પર અલગ-અલગ સ્તરો પર કામ ચાલી રહ્યું છે, તેમાથી કેટલીક રસી આગામી કેટલાક મહિનામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 1,09,16,589 લોકો કોરોના સંક્રમિત થયા, તેમાંથી 1,06,21,220 લોકો સાજા થયા, વર્તમાનમાં દેશમાં 97.29 ટકા રિકવરી રેટ છે, દુનિયામાં સૌથી ઓછો મૃત્યુ દર 1.43 ટકા ભારતમાં છે.