×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લાલ કિલ્લા ષડયંત્ર: 15 દિવસ પહેલા જ કાવતરૂ રચાયુ હતું, 70 કાવતરાખોરોએ આરાજક્તાની સ્થિતી સર્જી

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2021 સોમવાર

કૃષિ કાયદા વિરૂધ્ધ થઇ રહેલા આંદોલનનાં બહાને પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં જે આરાજક્તાની સ્થિતી પેદા થઇ, તે ષડયંત્રને દેશ-વિદેશમાં રહેતા 70 લોકોએ અંજામ આપ્યો હતો, પ્રજાસત્તાક દિવસનાં 15 દિવસ પહેલા 11 જાન્યુઆરીનાં દિવસે 70 જેટલા ષડયંત્રકારોએ ઝુમ પર મિટિંગ યોજી હતી, તેને ખાલિસ્તાન સમર્થક સંગઠન પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનએ આયોજીત કરી હતી, આ મિટિંગમાં જળવાયુ કાર્યકર્તા દિશા રવિ, નિકિતા જૈકબ તથા એન્જિનિયર શાંતનુ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

દિશા રવિ અને નિકિતાએ શાંતનુ અને અન્ય લોકો સાથે ટૂલકિટ (દસ્તાવેજ) તૈયાર કર્યો હતો. નિકિતા અને દિશા રવિની પૂછપરછ કર્યા બાદ અને 300 થી વધુ ટ્વિટર હેન્ડલરોની તપાસ કર્યા બાદ પોલીસ અત્યાર સુધીની તપાસમાં આ નિષ્કર્ષ પર પહોંચી ગઈ છે. દિશા રવિની ધરપકડ પહેલા, 11 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસના સાયબર સેલે નિકિતાનાં મુંબઇ સ્થિત ઘરમાં પૂછપરછ કરી હતી. તેની પૂછપરછ કર્યા પછી, 13 ફેબ્રુઆરીએ સાયબર સેલે પ્રથમ દિશા રવિની ધરપકડ કરી હતી. તેની ધરપકડની જાણ થતાં જ નિકિતા જેકબ ભૂગર્ભમાં જતી રહી હતી.

દિલ્હી પોલીસે હવે નિકિતા જેકબ અને શાંતનુની ધરપકડ કરવા કોર્ટ પાસેથી બિનજામીનપાત્ર વોરંટ જારી કરાવ્યું છે. બંનેને શોધવા માટે 10 થી વધુ ટીમો અનેક રાજ્યોમાં દરોડા પાડી રહી છે. દિલ્હી પોલીસ હવે મો ધાલીવાલ ઉપર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પોલીસ તેને ભારત લાવવા અને તપાસમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

સોમવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સાયબર સેલના જોઇન્ટ કમિશનર પ્રેમનાથે કહ્યું કે તપાસમાં એક નવું નામ સામે આવ્યું છે. દિશા રવિએ ટ્વીટમાં પીટર ફ્રેડરિકને પણ ટેગ કર્યા છે. પીટર 2006 થી ખાલિસ્તાની આતંકવાદી ભજનસિંહ ભીંદર સાથે સંપર્કમાં છે. પીટર પણ ખાલિસ્તાન સમર્થક જૂથ કે -2 જૂથ સાથે સંબંધ ધરાવે છે.

ટૂલકિટના રિસોર્સમાં પીટરનું નામ કેમ રાખવામાં આવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. પીટર હાલ મલેશિયામાં છે. તેણે દાવો કર્યો છે કે તે ફાશીવાદ પર સંશોધન કરનારો કાર્યકર છે. તે અમેરિકામાં મહાત્મા ગાંધીના પૂતળાને ખંડિત કરનારા દેખાવકારોમાં સામેલ હતો. મીટિંગમાં સામેલ 70 લોકો કોણ હતા તે અંગે પોલીસે હવે ઝૂમ પાસેથી માહિતી માંગી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ફ્રેડરિક તે મીટિંગમાં સામેલ હતો કે નહીં?

બીજા દિવસે નિકિતા છટકી ગઈ

9 ફેબ્રુઆરીએ, જ્યારે નિકિતા મુંબઇમાં જેકબના ઘરે પહોંચી ત્યારે તેની પુછપરછ કરાયા બાદ તેના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરવામાં આવી . તપાસ દરમિયાન સાંજ થઇ ગઇ હોવાથી ત્યારે તેની વધુ પૂછપરછ કરવામાં આવી ન હતી. પોલીસ ટીમે તેને 10 ફેબ્રુઆરીએ ઘરે રહેવાની અને ફરી પૂછપરછ માટે તેના ઘરે આવવાનું કહ્યું હતું, પરંતુ બીજા જ દિવસે જ્યારે પોલીસ ટીમ તેના ઘરે પહોંચી ત્યારે તે ગુમ થઈ હતી. પોલીસને ખબર પડી છે કે નિકિતાએ મુંબઈમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.

આખું કાવતરું આ રીતે રચવામાં આવ્યું ...

ખાલિસ્તાની સંગઠનો સાથે સંકળાયેલા પીજેએફના મો ધાલીવાલે કેનેડામાં જ રહેતા તેના સાથી પુનીત દ્વારા નિકિતાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આની પાછળનો ઉદ્દેશ પ્રજાસત્તાક દિવસ પહેલા એક જોરદાર ટ્વિટર અભિયાન શરૂ કરવાનો હતો. 11 જાન્યુઆરીએ યોજાયેલ 70 લોકોની ઝૂમ મિટિંગમાં મો ધાલીવાલ પણ સામેલ હતો. બેઠકમાં ધાલીવાલે કહ્યું હતું કે આ મુદ્દો ચગાવવો પડશે.

આંદોલનકારીઓમાં નારાજગી અને ખોટી માહિતી ફેલાવવાનો તેનનો હેતુ હતો. રાજધાનીમાં આઇટીઓ પર સ્ટંટ દરમિયાન ટ્રેક્ટર પલટી જતા ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું, પરંતુ પોલીસે તેને ગોળી મારી હોવાની અફવા ફેલાવવામાં આવી, જે આ જ કાવતરાનો ભાગ હતો. આ ઘટના પછી તરત જ કાવતરાખોરોએ આ અફવાઓ ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય હસ્તીઓ અને એક્ટિવિસ્ટનો સંપર્ક કર્યો હતો. દિશા રવિ, ગ્રેટા થેનબર્ગને જાણતી હોવાથી આમાં પણ તેની મદદ લેવામાં આવી હતી.

શાંતનુએ  બનાવ્યું હતું વોટ્સએપ ગ્રુપ

ટૂલકીટ તૈયાર કરવા માટે જે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું તેનો એડમિન એડમિન શાંતનુ હતો. 23 ડિસેમ્બરે, તેણે આ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું. તે મહારાષ્ટ્રનાં બીડ વતની છે. નિકિતા, શાંતનુ અને દિશા રવિ ત્રણેય એક્સઆર નામની એનજીઓ સાથે સંકળાયેલા છે.

દિશા અને ગ્રેટા વચ્ચે વોટ્સએપ પર થઈ ચર્ચા …

ટૂલકીટ હટાવ્યા પછી ગ્રેટાની દિશા સાથે વોટ્સએપ પર ચેટ થઇ હતી. દિશાએ ગ્રેટાને પૂછ્યું હતું કે શું આપણે થોડા સમય માટે કંઇ ન બોલીએ. હું વકીલ સાથે વાત કરવાની છું. માફ કરશો, પરંતુ અમારું નામ તેમાં છે. અમારી સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિષેધ અધિનિયમ (યુએપીએ) લાદવામાં આવી શકે છે.