×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારના રાજધની પટના સહિત અનેક જિલ્લામાં ભૂકંપના આંચકા, લોકો ઘરમાંથી બહાર નિકળ્યા

નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2021, સોમવાર
સોમવારે સાંજે અંદામાન અનો નિકોબારમાં ભૂકંપ આવ્યા બાદ રાત્રિના સમયે બિહારની રાજાધાની પટનામાં ભૂકંપના હળવા આંટકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો અફરા તફરીમાં ઘરની બહાર નિકળી ગયા હતા. મળતી માહિતિ પ્રમાણે પટનામાં 9
:23 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે અત્યારે જાન માલની નુકસાનીની કોઇ સમાચાર મળ્યા નથી.

આ ભૂકંપની તીવ્રતા 3.5ની હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી નીચે પાંચ કિમી હતું. ભૂકંપનું કેન્દ્ર પણ પટનાની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. પટનાની સાથે સાથે બિહારના અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં ઉત્તર બિહાર અને દક્ષિણ બિહારનો પણ સમાવેશ થાય છે.

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રિ તેજસ્વી યાદવે ટ્વિટ કરીને કહ્યું કે પટનમાં ભૂકંપના આંટકા અનુભવાયા છે. હું આશા કરુ છું કે તમામ લોકો સુરક્ષિત રહે અને પોતાની સંભાળ રાખે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 ફેબ્રુઆરીના દિવસે પણ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપ આવ્યો હતો.