×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આતંકીઓ મોટા હૂમલાની ફિરાકમાં હતા, રઘુનાથ મંદિર અને બસ સ્ટેન્ડને લક્ષ્ય બનાવ્યુ હતું : જમ્મુ કાશ્મીર ડીજીપી

શ્રીનગર, તા. 14 ફેબ્રુઆરી 2021, રવિવાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સેનાએ સાત કિલો વિસ્ફોટકનો જથ્થો જમ્મુ બસ સ્ટેન્ડ પરથી પકડ્યો છે. આ ઘટના અંગે જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે આતંકીઓએ એક મોટા હૂમલાનું ષડયંત્ર બનાવ્યું હતું. રઘુનાથ મંદિર અને જમ્મુ બસ સ્ટેન્ડ તેમના નિશાન પર હતા. 

સુરક્ષા દળોને મળેલી આ સફળતા અંગે માહિતિ આપવા માટે ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું કે છેલ્લા ત્રણ ચાર દિવસોથી સુરક્ષા દળો હાઇ એલર્ટ પર હતા. આતંકીઓ પુલવામા હૂલાની વરસી ઉપર મોટો હૂમલો કરવાની ફિરાકમાં હતા. છેલ્લા કેટલાક સમયથી નવા આતંકી સગંઠનો સામે આવ્યા છે. ટીઆરએફ લશ્કર અને જૈશ-એ-મોહમ્મદે મળીને લશ્કર મુસ્તફા નામનું આતંકી સંગઠન બનાવ્યું છે.

આ બંને સંગઠનના ચીફ કમાંડરને પકડવામાં આવ્યો છે. હિયાતુલ્લાહ આ લશ્કર મુસ્તફાનો પ્રમુખ છે. જે હવે જમ્મુ કાશ્મીરને નવો અડ્ડો બનાવવા માંગતો હતો. સાથે જ બિહારમાંથી પણ હથિયાર લેવાનું નેટવર્ક બનાવવા માંગતો હતો. 

તો આ તરફ આઇજી મુકેશ સિંહે કહ્યું કે શનિવાર રાતે સુહૈલ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસે એક બેગ હતી અને તેની અંદર 6.5 કિલો આઇઇડી વિસ્ફોટક હતો. વિસ્ફોટ કર્યા બાદ તેને કાશ્મીર જવાનું હતું. તેણે જણાવ્યું કે તે ચંદીગઢ નર્સિંગ કોવલેજનો વિદ્યાર્થી છે. તેને પાકિસ્તાનના અલ-બદર તંજીમે આઇઇડી લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.

તેને આઇઇડી લગાવવા માટે ત્રમથી ચાર જગ્યા પણ જણાવવામાં આવી હાતા. જેમાં રઘુનાથ મંદિર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને લખદાતા બજાર સામેલ હતા. આ આઇઇડી વડે પ્રચંડ વિસ્ફોટ કરવાનો પ્લાન હતો. જેને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે.