×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તામિલનાડૂના વિરુધનગરમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 11 થયો, વડાપ્રધાને દુખ વ્યક્ત કર્યુ

- મૃતકોના પરિજનોને વડાપ્રધાન તરફથી 2 લાખની સહાય

વિરુધનગર, તા. 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

શુક્રવારે બપોરે તામિલનાડૂના વિરુધનગરમાં એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 11 થઇ છે. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે આગના કારણે 6 લોકોના મોત થયા છે. તો અનેક લોકોના ઘાટલ થવાના પણ સમાચાર છે.

મળતી માહિતિ પ્રમાણે વિરુધનગરમાં આવેલી ફટાકડાની એક ફેક્ટરીની અંદર પહેલા એક વિસ્ફોટ થયો અને બાદમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ ઘટના પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યુ છે અને સાથે જ મૃતકોના પરિજનોને સહાયની ઘોષણા પણ કરી છે.

વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે તામિલનાડૂના વિરુધનગરની ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના દુખદ છે. આ દુખના સમયમાં શોકાતુર પરિવારો સાથે મારી સાંત્વના છે. આશા રાખું છુ કે જે લોકો ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થાય. વડાપ્રધાને માહિતિ આપી કે પ્રશાસન પ્રભાવિત લોકોની મદદ કરી રહ્યં  છે.

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિજનોને વડાપ્રધાન તરફથી બે બે લાખ રુપિયાની સહાયતા આપવામાં આવશે. તો આ સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ દુર્ઘટના અંગે ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.