×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુલામ નબી આઝાદ બાદ મલ્લિકાર્જૂન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા બનશે

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પુરો થયો છે. ત્યારબાદ હવે કોંગ્રેસે પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભામાં પણ કોંગ્રેસના નેતા રહી ચુકેલા મલ્લિકાર્જુન ખડગેને રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્વાયા છે. સંગઠનની મહાસચિવ વેણુગોપાલે આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે કંગ્રેસે રાજ્યસભાના સભાપતિ વૈંકયા નાયડૂને આ વિશે જાણકારી આપી છે કે ગુલામ નબીના નિવૃત થયા બાદ હવે મલ્લિકાર્જુન ખડગે પાર્ટી તરફથી વિપક્ષના નેતા હશે. 

ઉલ્લેખનીય છે કે રાજયસભામાં વિપક્ષના ઉપ નેતા આનંદ શર્મા પણ એવું ઇચ્છતા હતા કે તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે. પરંતુ હાલમાં જ સંગઠનને લઇને અનેક સવાલો ઉભા રતી સોનિયા ગાંધીની ચિઠ્ઠી બાદ પાર્ટીનું નેતૃત્વ તેમને આવી જવાબદારી આપવા બદલ ઉત્સાહિત નથી. તો આ તરફ મલ્લિકાર્જુન ખડગેને સોનિયા ગાંધીના નજીકના ગણવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણમાં હાર છતા પાર્ટીએ તેમને રાજ્યસભામાં તક આપી છે. 

રાજ્યસભામાં 15 ફેબ્રુઆરી બાદ જમ્મુ કાશ્મીરના કોઇ પણ પ્રતિનિધિ નહીં હોય. વર્તમાન સમયે જમ્મુ કાશ્મીરની જ્યસભામાં ચાર સીટો હતી. પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદથી ત્યાં ચૂંટણી થઇ નથી. જેથી ત્યાંથા કોઇ નવું સભય પણ નથી આવંયું. ગુલામ નબી આઝાદને ફરીથી વિપક્ષના નેતા બનવાની તક મળી શકે છે, પરંતુ તેના માટે તેમને  મહિના બાદ ફરી વખત કેરળની રાજ્યસભા સીટ પર જીતીને આવવું પડશે.