×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

- ગઇ કાલે નીતીશ કુમાર જેપી નડ્ડા અને અમિત શાહને મળ્યા હતા

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેનદ્ર મોદી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ નીતીશ કુમારે કહ્યું કે ત્રણે કૃષિ કાયદા વિશે વાતચીત થઇ રહી છે. આજે નહીં તો કાલે તેનું સામાધાન મળી જશે. નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે, તે ખેડૂતોના વિરોધમાં નથી. 

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે હાલમાં સંસદમાં રજૂ થયેલા બજેટ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ વખતે બજેટ ઘણુ સારુ છે. કોરોના સંકટ છતા કેન્દ્ર સરકારે એક સારુ બજેટ આપ્યું છે. અમે લોકો પણ બજેટ લાવીશું.

ઉલ્લેખનીય છે કે બિહારમાં નવી સરકારના ગઠન અને લાંબા સમય બાદ મંત્રી મંડળનો વિસ્તાર કરીને ગઇ કાલે જ નીતીશ કુમાર દિલ્હી વવા માટે રવાના થયા હતા. ગઇ કાલે તેમણે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આજે વડાપ્રધાન સાથે મિલાકાત કરી છે. 

દીલ્હીમાં મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે બિહાર ચૂંટણી બાદ મારે તેમને મળવાનું જ હતું, માટે આવ્યો છું. વચ્ચે કોરોનાના કારણે આવન જાવન બંધ હતી. તે પહેલા હું અહીં આવ્યો હતો.