×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યસભાનું સભ્ય પદ, રામ મંદિર,સબરીમાલા, રાફેલ, સહિતનાં આરોપોનો પુર્વ CJI ગોગોઇએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2021 ગુરૂવાર

સુપ્રીમ કોર્ટનાં પુર્વ મુખ્ય ન્યાયાધિશ અને હાલ રાજ્ય સભા સાંસદ રંજન ગોગોઇએ એક મિડિયા કાર્યક્રમમાં તેમના પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દેતા કહ્યું કે દેશનું ન્યાયતંત્ર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે, રામ જન્મભૂમિ, રાફેલ અને સબરીમાલા સહિતનાં ઐતિહાસિક ચુકાદા આપનારા રંજન ગોગોઇએ કહ્યું કે રાજ્ય સભામાં મોકલવામાં આવ્યા તેનું કારણ કેટલાક લોકો રામમંદિર ચુકાદાને આપે છે, જો કે તેમણે કહ્યું કે જો તેમને સોદો જ કરવો હતો તે મોટો સોદો કરત, તેમણે રાજ્ય સભાનાં સાંસદ તરીકે તેમણે હજું સુધી પગાર-ભથ્થાનો એક રૂપિયો પણ નથી લીધો.   

રામ મંદિરને મોદી સરકારની સૌથી મોટી સિધ્ધી માનવામાં આવે છે તે અંગે તેમણે કહ્યું કે આ વિકલ્પ લોકોને મિડિયાએ આપ્યો છે, જો તમે સર્વેમાં એક્સ, વાય,ઝેડની સાથે રામ મંદિરનો વિકલ્પ આપો તો લોકો  તેને તે વિકલ્પ જ પસંદ કરશે. 

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ એક સમયે તેમના પર ચાલી રહેલા જાતીય સતામણીનાં કેસમાં ખુદને ક્લિન ચીટ આપવાનો આરોપ લગાવ્યો હતો, તે અંગે તેમણે કહ્યું કે તેમને હકીકત ખબર નથી, જો તમે આરોપ લગાવો છો તો તે વ્યક્તિનું નામ લેવાની પણ હિંમત બતાવો, આરોપ નિરાધાર છે, તેમના પરનાં આરોપનો કેસ તેમણે હાલનાં મુખ્ય ન્યાયાધિશ બોબડેને સોપ્યો હતો, અને તેમણે કમિટિની રચના કરી હતી, અને તે  કમિટિએ તેમને નિર્દોશ ઠરાવ્યા હતાં. 

તેમણે કહ્યું કે હાલનાં સમયે ન્યાયતંત્ર ઉપર શાબ્દિક હુમલા વધી રહ્યા છે, દરેક બાજુથી ખતરો જોવા મળી રહ્યો છે, જેમની મરજી મુજબ ચુકાદા નથી આવતા તેમના પર નિવૃતિ પછી હુમલા કરાય છે, જો કે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ન્યાયાધિશો તેની સામે ઝુકતા નથી, હા, કેટલાક જજ આ પ્રકારનાં એટેકથી માનસિક રીતે તુટી જાય છે, જે મોટો ખતરો છે.