×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૈંગોંગ તળાવની બંને તરફથી ભારતીય અને ચીની સૈનિકો પરત ફરી રહ્યા છે : ચીની રક્ષા મંત્રાલયનો દાવો

નવી દિલ્હી, તા, 10 ફેબ્રુઆરી 2021, બુધવાર

ચાઇના મિનિસ્ટ્રી ઓફ નેશનલ ડિફેન્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને ચીન વચ્ચે થયેલી નવમાં સ્તરની કમાન્ડર વાતચીત દરમિયાન જે સહમતિ બની હતી તેના ઉપર અમલ થવાની શરુઆત થઇ ગઇ છે. પૈંગોંગ તળાવના દક્ષિણ અને ઉત્તર ભાગમાંથી ચીની અને ભારતીય સૈનિકો પાછા હટી રહ્યા છે. આ એ જગ્યા છે જ્યાં બંને દેશોના સૈનિકો છેલ્લા ઘણા સમયથી એકબીજી સામે તહેનાત હતા. 

ચાઇનિઝ વર્તમાનપત્ર ગ્લોબલ ટાઇમ્સે ચાઇનીઝ રક્ષા મંત્રાલયનો સંદર્ભ આપતા જણાવ્યું કે ભારતીય અને ચાઇનીઝ કમાન્ડરો વચ્ચે 24 જાન્યુઆરીના રોજ થયેલી વાતચીત પ્રમાણે બંને દેશના સૈનિકો પૈંગોંગ તળાવની બંને તરફથી પરત ફરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને દેશના કમાન્ડરો વચ્ચે એવી સમજૂતી થઇ હતી કે ફિંગર 4 ઉપર બંને તરફથી પેટ્રોલિંગ કરવામાં નહીં આવે. સાથે જ ફિંગર 4ને નો પેટ્રોલિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અત્યારે ચીની સેના ફિંગર 8 તરફ અને ભારતીય સેના ધન સિંહ થાપા પોસ્ટ ( ફિંગર 2થી ફિંગર 3) તરફ પરત ફરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે બંને દેશો વચચે ગયા વર્ષે મે મહિનામાં સીમાને લઇને તણાવ શરુ થયો હતો. જ્યારે ચીની સેનાએ પૈગોંગ તળાવ ઉપર પોતાનો હક વધારવાની શરુઆત કરી. જે દરમિયાન બંને સેના વચચે ઘર્ષમ પણ થયું હતું. આ ઝડ઼પમાં ભારતના 20 જવાનો પણ શહીદ થયા હતા. ત્યારબાદ ઘણી વાતચીત અને મિટીંગ બાદ બંને દેશ વચ્ચે સમજૂતી થઇ છે. જેના અમલનો ચીને દાવો કર્યો છે.