×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમે માત્ર ખેડૂતોને એક વૈકલ્પિક વ્યવસ્થા આપી છે, ખેડૂતોને જ્યાં સારુ લાગે ત્યાં જઇ શકે છે : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2021, બુધવાર

નવા કૃષિ કાયદાના વિરોધમાં સડકથી લઇને સંસદ સુધી સંગ્રામ શરુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  રાજ્યસભા બાદ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન ઉઠેલા સવાલોનો જવાબ આપ્યા છે. રાજ્યસભાની માફક જ લોકસભામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ જોવા મળ્યો છે.

- કૃષિ કાયદાની વાત કરતા તેમણે કહ્યું કે કોરોના કાળમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા. કૃષિ સુધાર ઘણા જરુરી છે અને અમે એ જ દિશામાં પ્રયાસ કર્યો છે. 

- કોંગ્રેસના લોકો કૃષિ કાયદા વિશે ઘણી વાતો કરે છે.  કાયદા બ્લેક છે કે વ્હાઇટ છે વગેરે, પરંતુ જો તેના કરતા કાયદાના કંટેટ અને ઇંટેટ પર ચર્ચા કરી હોત તો વધારે સારુ થાત. આંદોલન કરનાર તમામ લોકોનો આ સદન અને સરકાર આદર કરે છે અને કરતી રહેશે. માટે જ મંત્રીઓ તેમની સાથે સતત વાતચીત પણ કરી રહ્યા છે. 

- ખેડૂતો સાથે સતત ચર્ચા કરીને તેમની શંકા અને સમસ્યા સમજવાનો પ્રયાસ થયો છે. તેમને અનેક પ્રસત્વા પણ આપ્યા છે. જો બદલાવ જરુરી હશે, તો તેને કરવામાં આવશે. આ દેશ દેશવાસીઓ માટે છે.

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન દરમિયાન કંગ્રેસના નેતાઓએ હોબાળો કર્યો. જેનો જવાબ આપતા તેમણ કહ્યું કે આ જે હોબાળો થઇ રહ્યો છે તે પણ પહેલાથી નક્કી થેયલી રણનીતિ છે. તેનું કારણ છે કે જો હોબાળો નહીં કરે તો સત્ય બધાને ખબર પડી જશે. આ સિવાય પણ વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરુ રાખ્યું, જેના કારણે બાદમાં કોંગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યું.

- વડાપ્રધાને કૃષિ કાયદા વિશે આગળ કહ્યું કે બધું પહેલા જેવું જ છે, અમે માત્ર ખેડૂતોને એક વૈકલ્પિક વ્યવસ્થા આપી છે. ખેડૂતોને જ્યાં સારુ લાગે ત્યાં જઇ શકે છે. આ એક પર્કારનો વિકલ્પ છે જે ખેડૂતોને આપવામાં આવ્યો છે અને જ્યાં વિકલ્પ હોય ત્યાં વિરોધ ના હોય.

- આંદોલનજીવીઓ જે નથી થયું તેનો પણ વિરોધ કરી રહ્યા છે. જે માત્ર સરકાર જ નહીં પરંતુ દેશ માટે ચિંતાનો વિષય છે. આંદોલકારીઓ તો પવિત્ર છે, પરંતુ આંદોલનજીવીઓની મંશા સારી નથી. હું આ ખેડૂત આંદોલનને પવિત્ર માનું છુ, પરંતુ આંદોલનજીવીઓ તેને દૂષિત કરી રહ્યા છે. 

- કેટલાક લોકો એવો પણ તર્ક આપી રહ્યા છે કે અમે માંગ્યું નથી તો પણ કેમ આપો છો? શું આ સાંમતશાહી છે? કે જેમાં લોકોને માંગવા માટે મજબૂર કરવા પડે. લોકશાહીમાં આ માંગવાવાળી વિચારધારા ના ચાલે. સરાકારો સંવેદનશીલ હોવી જોઇએ. લોકોએ આયુષ્યમાન ભારતની માંગ નહોતી કરી, બેંક એકાઉન્ટ માટે રેલીઓ નહોતી કાઢી. સ્વચ્છ ભારતની માંગ કોણે કરી હતી? 

- આવી વસ્તુઓનો શરુઆતમાં વિરોધ થાય છે, પરંતુ જ્યારે સત્ય બહાર વે છે ત્યારે બધું ઠીક તઇ જાય છે. હિંદુસ્તાન વિવિધતાથી ભરેલો દેશ છે. દરેક નિર્ણય સામે કોઇકને વાંધો હોવાનો, પરંતુ અમે વધારે લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરીએ છીએ.