×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હું ખેડૂત આંદોલનને પવિત્ર માનુ છું, પરંતુ આંદોલનજીવીઓ તેને અપવિત્ર કરી રહ્યા છે : લોકસભામાં નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2021, બુધવાર

નવા કૃષિ કાયદાના વિપરોધમાં સડકથી લઇને સંસદ સુધી સંગ્રામ શરુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  રાજ્યસભા બાદ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન ઉઠેલા સવાલોનો જવાબ આપી રહ્યા છે. રાજ્યસભાની માફક જ લોકસભામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ જોવા મળ્યો છે.

- વડાપ્રધાને પોતાના સંબોધનની શરુઆત સાંસદોના આભાર સાથે કરી. તેમણે કહ્યું કે સદનની ચર્ચામાં ભાગ લેનારા દરેક સદસ્યનો હું આભાર માનું છું. ખાસ કરીને મહિલા સાસંદોનો કેમકે તેમની ચર્ચામાં એક ધાર હતી, જેના કારણે આ ચર્ચા સમૃદ્ધ બની છે. રાષ્ટ્રપતિનું ભાષણ ભારતની સંકલ્પ શક્તિને દર્શાવે છે, તેમના શબ્દોએ દરેક લોકોમાં આત્મવિશ્વાસ જગાવ્યો છે. 

- છેલ્લા અંગ્રેજ કમાન્ડર કહેતા હતા કે ભારત અનેક દેશોનો મહાદ્વિપ છે, કોઇ પણ તેને એક રાષ્ટ્ર નહીં બનાવી શકે. પરંતુ ભારતવાસીઓએ આ આશંકાને ખોટી સાબિત કરી છે. આપણે આઝાદીના 75મા વર્ષના દરવાજે આવીને ઉભા છીએ. જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. આ અવસર ઉપર આપણે નવા સંકલ્પો સાથે આગળ વધવાનું છે.

- કોરોનાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે કોરોના મહામારીનો જે રીતે ભઆરતે સામનો કર્યો અને બીજાને પણ તેમાં મદદ કરી તે એક પર્કારે ટર્નિંગ પોઇન્ટ છે. કોરોનાના આ સમયમાં આપણે સર્વે ભવન્તુ સુખિનાની ભાવનાને સાર્થક કરી બતાવી છે. કોરોના બાદની દુનિયામાં ભારતને સશક્ત બનવાનું છે અને તેનો એક માત્ર રસ્તો આત્મનિર્ભરતા છે. વડાપ્રધાને કોરોના સામેની લડાઇમાં ભારતને જે જીત મળી છે, તેનો શ્રેય દેશના નાગરિકો, ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને આપ્યો છે.

- કોરોના કાળમાં મોટા દેશોએ નક્કી કર્યું કે તેઓ પોતાના નાગરિકોને સીધી પૈસા આપીને મદદ પહોંચાડશે, પરંતુ આ દેશો પોતાના નાગરિકો સુધી મદદ પહોંચાડી શક્યા નહી. માત્ર ભારત જ છે જે પોતાના 75 કરોડ લોકોને સતત 8 મહિના સુધી રાશન પહોંચાડી શકે છે. આ એ ભારત છે જેણે જનધન, આધાર અને મોબાઇલના માધ્યમથી બે લાખ કરોડ રુપિયા પોતાના નાગરિકો સુધી પહોંચાડ્યા છે. ત્યારે ક્યારેક વિચાર આવે છે કે આ આધારને રોકવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો કોણે ખખડાવ્યો હતો? આમ કહીને નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર કટાક્ષ કર્યો હતો.

- કૃષિ કાયદાની વાત કરતા તેમણે કહેયું કે કોરોના કાળમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા. કૃષિ સુધાર ઘણા જરુરી છે અને અમે એ જ દિશામાં પ્રયાસ કર્યો છે.