×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારમાં મંત્રીમંડળનો વિસ્તાર, શાહનવાઝ સહિત 17 નેતાઓએ લીધા મંત્રી પદના શપથ

નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2021, મંગળવાર

બિહારની નીતીશ સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો. ગત વર્ષે ચૂંટણી બાદ લાંબા સમયથી કેબિનેટના વિસ્તારની રાહ હતી. આજે ભાજપના શાહનવાઝ હુસેન, JDUના સંજય ઝા સહિત 17 નેતાઓએ મંત્રી પદના શપથ લીધાં.

વાયજપાયની સરકાર વખતે કેન્દ્રમાં મંત્રી રહી ચુકેલા શાહનવાઝ હુસેનને આ વખતે ભાજપે મંત્રી બનાવ્યા છે. શાહનવાઝ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા છે. પાર્ટીના ચર્ચીત મુસ્લિમ ચહેરો અને હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં થયેલી ચૂંટણીમાં પાર્ટી માટે તેઓએ ખુબ પ્રચાર કર્યો.

નીતીશની કેબિનેટમાં નીરજ સિંહ, સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ નિરજ સિંહ, જમા ખાન સહિતના નેતાઓનો સમાવેશ થયો છે.

શપથ લેનારા મંત્રીની યાદી

શાહનવાઝ હુસેન

BJP

શ્રવણ કુમાર

JDU

મદન સહની

JDU

પ્રમોદ કુમાર

BJP

સંજય ઝા

JDU

લેસી સિંહ

JDU

સમ્રાટ ચૌધરી

BJP

નીરજ સિંહ

BJP

સુભાષ સિંહ

BJP

નિતિન નવીન

BJP

સુમિત કુમાર સિંહ

અપક્ષ

સુનીલ કુમાર

JDU

નારાયણ પ્રસાદ

BJP

જયંત રાજ

JDU

આલોક રંજન ઝા

BJP

જમા ખાન

JDU

જનક રામ

BJP