×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના રસીકરણમાં ભારતે અમેરિકા, બ્રિટન અને ઇઝરાયલને પાછળ છોડ્યા, 21 દિવસમાં 50 લાખ લોકોને રસી અપાઇ

નવી દિલ્હી, તા. 5 ફેબ્રુઆરી, શુક્રવાર

ભારતમાં વર્તમાન સમયે દુવનિયાનું સૌથી મોટું કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. ગત 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમની શરુઆત કરવામાં આવી છે. સરકારની યોજના પ્રમાણે વેક્સિનેશનના પહેલા તબક્કાની અંદર દેશના સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને પહેલા કોરોમના વેક્સિન આપવમાં આવી રહી છે. દિવસેને દિવસે કોરોના વેક્સિન લેનારા લોકોનો આંકડો વધી રહ્યો છે.

ત્યારે ભારત માટે ગર્વની બાબત એ છે કે કોરોના વેક્સિનેશન મુદ્દે તેણે દુનિયાના વિકસિત અને શક્તિશાળી ગણાતા દેશોને પણ પાછળ છોડ્યા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગનાનીએ જણાવ્યું કે દેશમાં માત્ર 21 દિવસની અંદર 50 લાખ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં વેક્સિનેશનની પ્રક્રિયા ભારતમાં વધારે ઝડપી છે.

આંકાડ પ્રમાણે 50 લાખે લોકોનું રસીકરણ અમેરિકામાં 24 દિવસ, બ્રિટનમાં 43 દિવસ અને ઇઝરાયલમાં 45 દિવસમાં પુરુ થયું હતું. મનોહર અગનાનીએ જણાવ્યું કે પાંચ ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધી દેશની અંદર 52,90,474 લોકોનું રસીકરણ થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ચાલતા કોરોના રસીકરણ કાર્યક્રમની અંદર સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવેક્સિન અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ થઇ રહ્યો છે. જો આ ઝડપે જ રસીકરણનો પ્રોગ્રામ ચાલશે તો બહુ જલ્દી ભારતના સામાન્ય લોકોને પણ કોરોના વેક્સિન લગાવવાનું શરુ થઇ જશે.