×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડુતોના દેશવ્યાપી 3 કલાકનો ચક્કાજામ પૂર્ણ, પંજાબ-હરિયાણામાં જોવા મળી અસર

નવી દિલ્હી, તા. 06 ફેબ્રુઆરી 2021, શનિવાર

દિલ્હી એનસીઆરમાં ખેડૂતોના ચક્કા જામને પગલે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ગાઝીયાબાદના લોની બોર્ડર પર ડ્રોનના દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલિસ, પેરા મિલિટ્રી ફોર્સ અને રિઝર્વ પોલિસ દળના લગભગ 50 હજાર જવાનો આ સ્થિતિને સંભાળવા તૈયાર કરાયા છે.

ખેડૂતોના ચક્કાજામના આહ્વાન બાદ દિલ્હી ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન બેરિકેડિંગ પર સૂચના લખી દીધી છે. જેના પર ખેડૂતોને એન્ટ્રી કરવાની મનાઈ છે એવું લખ્યું છે. પોલિસે બોર્ડર પર અહીંથી આગળ ન વધવાના ફરમાન સાથે બેરિકેડિંગ પર પોલિસ ફોર્સ વધારી દીધી છે.

જમ્મુ-પઠાનકોટ હાઈવે પર ચક્કાજામ

કૃષિ કાનુન સામે ખેડુતોના ચક્કાજામના પગલે દેશના અનેક રાજ્યોના માર્ગો પર ખેડુતોએ ચક્કાજામ  કર્યો છે. રાંચી અને કોલકત્તા હાઈવે પર ખેડુતોના ચક્કાજામની અસર જોવા મળી છે. એ સિવાય હરિયાણાના પરવલમાં પણ ખેડુતોએ પ્રદર્શન કર્યું. તેમજ જમ્મુ અને પઠાનકોટ હાઈવે પર પણ ખેડુતોએ ચક્કાજામ કર્યો.

દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર

ખેડૂત આંદોલનને પગલે દેશભરમાં ચક્કાજામના એલાનને પગલે પોલિસ પણ સતર્ક થઈ ગઈ છે. કેટલાક સમય પહેલાં દિલ્હી પોલિસ કમિશ્નર એસએન શ્રી વાસ્તવ શહીદી પાર્ક પહોચીને સુરક્ષાની તૈયારીઓની જાત માહિતી લીધી હતી. આ સાથે જ દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ થવાનો શિલશીલો ચાલુ છે. ખાન માર્કેટ અને નહેરુ પ્લેસ મેટ્રો સ્ટેશને એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પણ બંધ કરી દીધા છે.

આ પહેલા 8 મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝીટ ગેટ બંધ થઈ ચૂક્યા છે. જેમાં લાલ કિલા, જામા મસ્જિદ, જનપથ અને સેન્ટ્રલ સેક્રેટિએટ ઉપરાંત વિશ્વ વિદ્યાલય પણ શામેલ છે. આજ સવારે કરેલા ટ્વિટમાં ડીએમઆરસીએ આઈટીઓ અને મંડીહાઉસ અને દિલ્હી ગેટની એન્ટ્રી એક્ઝીટ બંધ કરવાની સૂચના આપી હતી.

અભેદ કિલ્લામાં તબદિલ થઈ રાજધાની

ખેડુતોના ચક્કાજામને પગલે રાજધાનીમાં 50 હજારથી વધારે સુરક્ષાદળો તૈનાત કરી દીધાં છે જેમાં સ્થાનિક પોલીસ પણ સામેલ છે. એ સિવાય દિલ્હીના 12 મેટ્રો સ્ટેશનને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ખેડુતોના ચક્કાજામના આહ્વાન વચ્ચે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે દિલ્હી પોલીસની મદદ માટે દિલ્હી બોર્ડર સહિત દિલ્હી-NCRના જુદાં-જુદાં વિસ્તારમાં અર્ધસૈનિક દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે.