હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં ખેડૂતોના ચક્કાજામ સફળ, અનેક રાજ્યોમાં અસર
દિલ્હીમાં 50 હજાર પોલીસનો કાફલો ખડકાયો દિલ્હી અને મહારાષ્ટ્રમાં કુલ 100થી વધુની અટકાયત
ખેડૂતોએ હાઇવે પર એમ્બ્યુલન્સ સ્કૂલ બસોને જવા દીધી, મહિલાઓ, બાળકો, ટ્રક ચાલકોને નાસ્તો-પાણી આપ્યા
ઇસ્ટર્ન વેસ્ટર્ન એક્સપ્રેસ વે, પઠાણકોટ-જમ્મુ, દિલ્હી-હરિયાણા-પંજાબ સહિતના હાઇવે જામ, ટોલ પ્લાઝાનો ઘેરાવ કરાયો
નવી દિલ્હી, તા. 6 ફેબ્રુઆરી, 2021, શનિવાર
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ છ તારીખે દેશભરમાં ચક્કાજામનું એલાન કર્યું હતું. ચક્કાજામની સૌથી વધુ અસર હરિયાણા, પંજાબ, રાજસૃથાનમાં જોવા મળી હતી.
આ ઉપરાંત દિલ્હીની આસપાસના હાઇવેને પણ ખેડૂતોએ બ્લોક કરી દીધા હતા. જ્યારે અન્ય અનેક રાજ્યોમાં છુટા છવાયા રોડ રસ્તા અને હાઇવેને બ્લોક કરી તેમજ ધરણા કરીને ખેડૂતોએ ચક્કાજામમાં ભાગ લીધો હતો. બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એલાન કર્યું હતું કે આ આંદોલન હવે બીજી ઓક્ટોબર સુધી ચાલશે, કાયદા પરત ન લેવાય ત્યાં સુધી અહીંથી ક્યાંય નહીં જઇએ.
રાકેશ ટિકૈતે સાથે જાહેરાત કરી હતી કે હવેથી દરેક ગામડાને ખેડૂતોના આ આંદોલનમાં સામેલ કરવામાં આવશે. બીજી તરફ દિલ્હીમાં શહીદી પાર્ક પાસેથી પોલીસે આશરે 50 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી છે.
રાજધાની દિલ્હીમાં પહેલાથી જ 50 હજાર જેટલા પોલીસ જવાનો અને અિધકારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને જ્યાં પણ આંદોલનકારી દેખાય તેને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ખેડૂતોએ ઉત્તર ભારતના મોટા ભાગના હાઇવેને ટ્રેક્ટર વગેરે મુકીને બ્લોક કરી દીધા હતા પણ એમ્બૂલંસ તેમજ સ્કૂલ બસો વગેરેને જવા દીધા હતા.
સાથે ટ્રક ડ્રાઇવરો, મહિલાઓ અને બાળકોને ચા પાણી નાસ્તો પણ આપ્યો હતો. જ્યારે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમે બીજી ઓક્ટોબર સુધી આ આંદોલન ચાલુ રાખીશું અને દરેક ગામડાને તેમાં જોડીશું. સાથે જે લોકો આંદોલનમાં હિંસા કરે તેની સામે કઠોર પગલા લેવામાં આવશે તેમ પણ કહ્યું હતું.
જે હાઇવેને બ્લોક કરી દેવાયા હતા તેમાં દિલ્હી હરિયાણા હાઇવેને જામ કરી દેવાયો હતો. પઠાણકોટ-જમ્મુ હાઇવેને પણ જામ કરી દેવાયો હતો. પંજાબ-હરિયાણા બોર્ડર પર આવેલા હાઇવે પર ટ્રોલી સાથે ટ્રેક્ટરો લઇને ખેડૂતો ઉભા રહી ગયા હતા. પંજાબના ભારતીય કિસાન યુનિયનના નેતા સુખદેવસિંહે કહ્યું હતું કે રાજ્યમાં આશરે 15 જિલ્લામાં ચક્કાજામની અસર રહી.
ત્રણ કલાકના આ ચક્કાજામ દરમિયાન દેશમાં અનેક સૃથળે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. જ્યારે દક્ષિણ ભારતમાં તેલંગાણામાં સવારથી જ પોલીસે ખેડૂત નેતાઓને નજર કેદ કરી લીધા હતા. તેમજ છતા બેંગાલુરૂ, હૈદરાબાદ, વિજયવાડા, કોચ્ચી, ચેન્નાઇ જેવા શહેરોમાં પ્રદર્શન થયા હતા.
દક્ષિણ ભારતના ખેડૂતો પણ ત્રણ કૃષિ કાયદા પરત લેવાની માગનું સમર્થન કરવા રસ્તા પર ઉતર્યા હતા. મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોએ ચક્કાજામમાં ભાગ લીધો હતો. અહીંના કરાડ શહેરમાં ચાલીસ જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરાઇ હતી.
રાજસૃથાનમાં પણ આંદોલનની અસર જોવા મળી હતી, જયપુર-દિલ્હી હાઇવે પર શાહજહાંપુરમાં બે મહિનાથી ખેડૂતો હાઇવે જામ કરીને બેઠા છે. અહીં સર્વિસ લેનને બંધ કરી દેવામાં આવી, જ્યારે ટોલપ્લાઝા પર પણ જામ કરાયો હતો.
દૌસા, ધૌલપુર, ઉદયપુર, સીકર સહિત મોટા ભાગના જિલ્લામાં પસાર થઇ રહેલા હાઇવેને જામ કરવા સવારથી ખેડૂતો એકઠા થવા લાગ્યા હતા. સોનિપતમાં ખેડૂતોએ મોટા ટ્રક અને ટ્રેક્ટર લગાવીને ઇસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરેલ એક્સપ્રેસ વે બંધ કરી દીધા હતા. જ્યારે કોટા, નાગોર સહિતના અનેક જિલ્લામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી પણ કાઢી હતી.
મધ્ય પ્રદેશમાં ભોપાલમાં હાઇવે પર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જાડાયા અને હાઇવે જામ કરી દીધો. ઉજ્જૈન, જબલપુરમાં પણ અસર જોવા મળી, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં નેશનલ હાઇવે પર બપોર બાદ વાહનોના પૈડા થંભી ગયા હતા, અહીંના લાખોલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા.
ઓડિશાની રાજધાની ભૂવનેશ્વરમાં પોલીસે પ્રદર્શનકારીઓને આંદોલન સૃથળેથી ટિંગાટોળી કરીને હટાવ્યા હતા. બિહારના પટનામાં પણ રેલી ધરણા યોજાયા હતા. ઝારખંડમાં અઢી કલાક સુધી મોટા ભાગના મોટા હાઇવે રોડ પર જામ રહ્યો. રાજધાની રાંચીમાં વધારે અસર થઇ. તમિલનાડુમાં ચેન્નાઇમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા, કેરળમાં ડાબેરી સંગઠનો અને ખેડૂતોએ મળીને અનેક સૃથળે ચક્કાજામ કર્યો હતો.
ખેડૂતોએ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં ચક્કાજામનું એલાન નહોતુ કર્યું તેથી ત્યાં કોઇ ખાસ અસર નહોતી જોવા મળી, અન્ય જે રાજ્યોમાં ચક્કાજામની અસર રહી તેમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. આ ખેડૂત આંદોલનના ચક્કાજામને વિપક્ષનું પણ સમર્થન હતું જેને કારણે અનેક રાજ્યોમાં વિપક્ષ સમર્થકો, નેતાઓ, કાર્યકર્તાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
મંત્રણા માટે તૈયાર પણ કાયદા પરત સિવાય કોઇ વાત માનીશું નહીં : ખેડૂતો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 6
દેખાવો કરી રહેલા ખેડૂત સંગઠનોએ આજે જણાવ્યું હતું કે તેઓ સરકાર સાથે ફરીથી મંત્રણા કરવા માટે તૈયાર છે પણ સરકાર નવા પ્રસ્તાવ સાથે આવે કારણકે અમને એક થી દોઢ વર્ષ સુધી કાયદો મોકૂફ રાખવાનો પ્રસ્તાવ મંજૂર નથી. ખેડૂત સંગઠનોએ વધુમાં જણાવ્યું હતું કે અમને અનેક વખત જણાવી ચૂક્યા છે કે અમે ત્રણ કૃષિ કાયદા પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી દેખાવો સમાપ્ત કરીશું નહીં. અમે અમારી આ વાત પર આજે પણ મક્કમ છીએ. સિંધુ બોર્ડરેથી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સંયુક્ત કિસાન મોરચાના વરિષ્ઠ નેતા દર્શન પાલે જણાવ્યું હતું કે હવે બોલ સરકારની કોર્ટમાં છે.
લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવવાના આરોપી
દીપ સિદ્ધુના વીડિયો વિદેશથી ફેસબુક પર અપલોડ થાય છે
વીડિયો તૈયાર કરી મહિલા મિત્રને મોકલાય છે, જે દીપના એકાઉન્ટ પર અપલોડ કરે છે : પોલીસ સૂત્રો
નવી દિલ્હી, તા. 6
26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવાના કેસમાં ફરાર દીપ સિદ્ધુ હજુ પણ નથી મળી આવ્યો. જોકે તે સોશિયલ મીડિયા પર હાલ જે વીડિયો અપલોડ કરી રહ્યો છે તે વિદેશથી અપલોડ થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
દિલ્હી પોલીસે સીસીટીવી કેમેરા અને 26મીના વીડિયોના આધારે દીપ સિદ્ધુ અને તેના સાથીઓની વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જોકે દીપ સિદ્ધુએ કહ્યું હતું કે હું બે દિવસમાં પોલીસ સમક્ષ હાજર થઇ જઇશ પણ નહોતો થયો. જેને પગલે પોલીસે તેની માહિતી આપનારાને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
બીજી તરફ દીપ સિદ્ધુ ફેસબુક પર વીડિયો અપલોડ કરી પોતાની વાત કરી રહ્યો છે, આ વીડિયો અને તેની લિંક તેમજ આઇપી એડ્રેસ વગેરેની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ વીડિયો વિદેશથી કોઇ અપલોડ કરી રહ્યું છે.
પોલીસ સુત્રોએ મીડિયાને કહ્યું હતું કે દીપ સિદ્ધુનું ફેસબુક એકાઉન્ટ તેની કોઇ મહિલા મિત્ર દ્વારા વિદેશથી ચલાવવામાં આવી રહ્યું છે. દીપ સિદ્ધુ આ વીડિયો તેની આ મહિલા મિત્રને ભારતથી મોકલે છે અને જે બાદ તે મહિલા તેને ફેસબુક પર અપલોડ કરી દે છે. ખેડૂતોનો આરોપ છે કે ભાજપના ઇશારે દીપ સિદ્ધુએ લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો જેથી આંદોલનકારીઓને બદનામ કરી શકાય.