×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MSP હતું, MSP છે અને MSP રહેશે, આંદોલન પુરું કરો: રાજ્યસભામાં PM નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2021, સોમવાર

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, દુનિયા એક મોટા સંકટ સામે ઝઝુમી રહ્યું છે. વડાપ્રધાન નરેદ્ર મોદીએ કહ્યું કે, સારું હોત કે વિપક્ષ રાષ્ટ્રપતિનું ભાષણ સાંભળત, પરંતુ તેમના ભાષણનો પ્રભાવ એટલો છે કે વિપક્ષ કંઈ પણ  સાંભળ્યા વિના જ પણ આટલું બધુ તેમના ભાષણ પર બોલી શક્યું છે.

કૃષિ કાનુન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગૃહમાં માત્ર આંદોલનની વાત થઈ છે. સાધારાને લઈને ચર્ચા નથી કરવામાં આવી. વડાપ્રધાને કહ્યું કે, જ્યારે લાલ બહાદૂર શાસ્ત્રીને જ્યારે કૃષિ સુધારો કરવો પડ્યો ત્યારે પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ કેઓ પીછે નહોતા હટ્યા. ત્યારે લેફ્ટવાળા કોંગ્રેસને અમેરીકાના એજન્ટ ગણાવતા હતા. આજે મને તેઓ ગાળો આપી રહ્યાં છે. કોઈ પણ કાનુન આવ્યો હોય થોડા સમય બાદ સુધારો થતો હોય છે.

વડાપ્રધાને અપીલ કરતા કહ્યું કે, આંદોલન કારીઓને સમજાવતા આપણે આગળ વધવું પડશે. વૃદ્ધો આંદોલનમાં બેસ્યા છે. તેમણે ઘરે જવું જોઈએ આંદોલન પૂર્ણ કરો ચર્ચા આગળ ચાલતી રહે, ખેડુતો સાથે વાત કરવામાં આવી રહી છે. વડાપ્રધાને ખેડુતોને વિશ્વાસ અપાવ્યો કે, MSP છે, હતું અને રહેશે.

આત્મનિર્ભર ભારત પર કહી આ વાત

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશ હવે આઝાદીની 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. એવામાં દરેકનું ધ્યાન દેશ અને કંઈક કરવા તરફ હોવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંકટ સમયે દુનિયાની નજર ભારત પર છે. વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન ગૃહમાં મૈથેલીશરણ ગુપ્તની કવિતા વાંચી, 'અવસર તેરે લીયે ખડા હૈ, ફીર ભી તૂ ચુપચાપ પડા હૈ' તેમણે કહ્યું, 21મી સદીમાં તેઓ જરૂર લખતા કે, '...અરે ભારત, આત્મનિર્ભર ભારતના પથ પર દૌડ.

કોરોના સામે હિંદુસ્તાનીઓએ જંગ જીતી

તેમણે કહ્યું કે, કોરોના સંકટ આવ્યું તો ભારત માટે દુનિયા ચિંતિત હતી. જો ભારત પોતાને નહી સંભાળી શક્યું કો દુનિયા માટે સંકટ હશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા કરવા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડી. પરંતુ આજે દુનિયા આ વાત પર ગર્વ કરી રહી છે કે ભારતે આ લડત જીતી છે. આ લડત કોઈ સરકાર કે વ્યક્તીએ નથી જીતી, પરંતુ હિદુસ્તાનને તેની ક્રેડિટ જાય છે.

ભારતે 150 દેશોના પહોંચાડી દવા

વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે, જે દેશને ત્રીજી દુનિયાનો ભાગ માનવામાં આવતો હતો તે ભારતે એક વર્ષમાં બે વેક્સિન બનાવી છે અને દુનિયાને મદદ પહોંચાડી. જ્યારે કોરોના સામે કોઈ દવા નહોતી ત્યારે ભારતે 150 દેશોને દવા પહોંચાડી. હવે જ્યારે વેક્સિન આવી ગઈ છે ત્યારે પણ દુનિયાને ભારત જ વેક્સિન આપી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું, દેશની અંદર પર કેન્દ્ર અને રાજ્યની સરકારોએ મળીને કામ કર્યું.

ભારત મધર ઓફ ડેમોક્રેસિ

વડાપ્રધાને કહ્યું કે, લોકતંત્રને લઈને ઉપદેશ આપવામાં આવ્યા, ભારતનું લોકતંત્ર એવું નથી જે જેનાથી તેની ચામડી ઉતરડી શકાયા. આપણું લોકતંત્ર વેસ્ટર્ન ઈન્સ્ટિટ્યૂશન નથી, એક હ્યુમન ઈન્સ્ટીટ્યૂશન છે. ભારતનો ઈતિહાસ લોકતાંત્રિક મુલ્યોથી ભરેલો છે. પ્રાચીન ભારતમાં 81 ગણતંત્રનું વર્ણન મળે છે. આપણે દુનિયા પાસે લોકતંત્ર શિખવાની જરૂર નથી, ભારત મધર ઓફ ડેમોક્રેસી છે.