×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવાજુની કરવાની તૈયારમાં ડ્રેગનઃ સરહદ પર તોપ, મિસાઈલ અને રોકેટ ગોઠવી રહ્યું છે ચીન

લદ્દાખ/નવી દિલ્હી, તા. 8 ફેબ્રુઆરી 2021

પૂર્વ લદ્દાખમાં ડિસએન્ગેજમેન્ટને લઇને ભારત અને ચીન વચ્ચે નવ દિવસની બેઠક મળી, પરંતુ બેઠકની વચ્ચે ચીની સેનાએ 3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવ ઓછો થવાના કોઇ સંકેત નથી મળી રહ્યાં.

કપટી ચીનના ઈતિહાસ જોવા જઈએ તો તેઓ સતત પોતાના પાડોશી દેશોની પીઠમાં ખંજર ભોંકવા માટે હંમેશા કુખ્યાત રહ્યો છે, પૂર્વ લદ્દાખમાં અચાનક રીતે એલએસી પર ગતિરોધ શરૂ કરવાની હોય કે નેપાળની કેટલીક જમીનને પોતાની માની લેવી. આ ઉપરાંત, તેના ફાઈટર જેટ પણ તાઇવાનમાં ઘુસતા રહે છે. 

વિસ્તરણવાદી નીતિને કારણે ડ્રેગનની નજર અન્ય દેશોની ધરતી પર હંમેશા રહે છે. હવે તાજેતરમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક નિવેદન આપ્યું છે, જે પછી વિવિધ અટકળો થઈ રહી છે. આગામી સ્પ્રિંગ ફેસ્ટિવલ હોલિડેના દરમ્યાન જિનપિંગે ચીની સૈન્યને તૈયાર રહેવાનું કહ્યું છે. આ નિવેદન તેમણે ત્યારે આપ્યુ છે, કે જ્યારે તેઓ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એરફોર્સના એવિએશન વિભાગનું નિરીક્ષણ કરી રહ્યા હતા.


ચીની સરકારની પ્રોપેગૈંડા મીડિયા હાઉસ ગ્લોબલ ટાઇમ્સે અન્ય મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું છે કે પીએલએ ફાઈટર જેટ વિમાનોએ સ્પ્રિંગ ફેસ્ટિવલ પહેલા તાઇવાન ટાપુની આસપાસ તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આ ઉપરાંત, ઝિનજિયાંગ મિલિટરી કમાન્ડની ઉચ્ચ- ઉંચાઇની સરહદ સંરક્ષણ સૈન્યને ઘણા નવા શસ્ત્રો અને સાધનો પ્રાપ્ત થયા છે. 

જિનપિંગ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના સેન્ટ્રલ કમેટીના જનરલ સેક્રેટરી અને સેન્ટ્રલ લશ્કરી પંચના અધ્યક્ષ પણ છે. તેમણે ગુરુવારે સ્પ્રિંગ ફેસ્ટિવલ પૂર્વે ચીનના દક્ષિણ પશ્ચિમ ગિઝોઉ પ્રાંતમાં પીએલએ એરફોર્સના ઉડ્ડયન વિભાગની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિઓની સમીક્ષા કરી.


મિસાઈલ અને રોકેટ ગોઠવી રહ્યું છે ચીન
નિષ્ણાંતે વધુમાં જણાવ્યું કે, “ઇતિહાસ સાક્ષી છે કે ઘણી લડાઈઓની શરૂાત રજાઓમાં કે રાત્રીના સમયે શરૂ થયાં છે, જ્યારે આપણા સૈનિકો એટલા તૈયાર ન હતા.” આથી જ આપણે વિશેષ રૂપે સાવચેતી રાખવાની જરૂર છે, ખાસ કરીને રજાઓ પૂરી થવા પર, ત્યારે હાઈ એલર્ટ પર રહેવાની જરૂર છે. તાકી કોઈપણ સંભવિત ખતરનાક ચાલને રોકી શકાય “નિષ્ણાતો કહે છે કે ચીનમાં લાંબા સમયથી શાંતિ છે, પરંતુ કેટલીક અન્ય સૈન્ય દ્વારા ભડકાવવાનું કામ કરી શકે છે. ‘ગ્લોબલ ટાઇમ્સ’ જણાવે છે કે ગયા વર્ષે 25 જાન્યુઆરી, 2020 ના રોજ સ્પ્રિંગ ફેસ્ટિવલ દરમ્યાન યુ.એસ. નેવીએ યુ.એસ.એસ. મોન્ટગોમરીનું શીપ દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલા નંશા ટાપુઓ પર મોકલ્યું હતું, ત્યારબાદ પી.એલ.એ.ના સૈનિકો અને વાયુ સેનાએ ચેતવણી આપી હતી.


પી.એલ.એ.ના સૈનિકો અને વાયુ સેનાએ ચેતવણી આપી
પીએલએ એરફોર્સના એવિએશન વિભાગે તેમની મુલાકાત દરમિયાન, જિનપિંગે ઈન્ફોર્મેશન વોરફેયર માટે ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવેલા વિશેષ વિમાનનું નિરિક્ષણ કરવામાં આવ્યું અને વધુ એક લશ્કરી નિષ્ણાંતે ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે ટોહી વિમાન, ઇલેક્ટ્રોનિક કાઉન્ટરમિઝર્સ એરક્રાફ્ટ, અને સબમરીન વિરોધી યુદ્ધ વિમાન સહિત વાઇ -8 અને વાય -9 ના આધારે વિકસિત વિશેષ મિશન વિમાન, જે ભવિષ્યના યુદ્ધમાં સૂચનાનો લાભ મેળવવા માટે પીએલને સક્ષમ કરી શકે છે.

પીએલએના યુદ્ધ વિમાનોએ સતત સાત દિવસો સુધી તાઇવાનના દક્ષિણ-પશ્વિમ વાયુ રક્ષા ઓળખ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. આવા પીએલએ ઓપરેશંસ સ્પ્રિંગ ફેસ્ટિવલના કેટલાંક દિવસો પહેલા જ થાય છે. જેમ કે સ્પ્રિંગ ફેસ્ટિવલ નજીક આવી રહ્યાં છે, પીએલએના બોર્ડર ડિફેંસના જવાનોને અલગ પ્રકારના હોલીડે ગિફ્ટ્સ મળવા લાગ્યાં છે. આ ગિફ્ટ્સમાં 155 એમએમ-કેલિબરની હોવિત્ઝર, હળવી ટેંક્સ, બખ્તરબંધ ગાડીઓ વગેરે સામેલ છે.