×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ ત્રણ રાજ્યોને છોડીને આવતી કાલે દેશભરમાં ખેડૂત સંગઠનો ચક્કાજામ કરશે, સંયુક્ત કિસાન મોર્ચાનું એલાન

- બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે 

નવી દિલ્હી, તા. 5 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

કૃષિ કાયદા સામે ચાલતા વિરોધ પ્રદર્શન વચ્ચે ખેડૂતોએ શનિવારે દેશવ્યાપી ચક્કાજામનું એલાન કર્યુ છે. જેના ભાગરુપે દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ ઉપર બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે. આ બધા વચ્ચે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે એલાન કર્યુ છે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કા જામ કરવામાં નહીં આવે. તો સાથે તેમણે કહ્યું કે દિલ્હીમાં પણ ચક્કાજામની અસર નહીં થાય.

જો કે ચક્કા જામ દરમિયાન ઇમરજન્સી સેવા જેવી કે એમ્બ્યુલન્સ, શાળા અને સ્કૂલ બસ જેવા વાહનોને રોકવામાં આવશે નહીં. હરિયાણા પોલીસ દ્વારા આ ચક્કા જામ પહેલા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. રાકેશ ટિકૈતે આગળ કહ્યું કે જે લોકો અહીં વી નથી શક્યા તેઓ જ્યાં હોય ત્યાં રહીને શાંતિપૂર્ણ રીતે ચક્કા જામ કરે. 

તો આ તરહફ દિલ્હી પોલીસનું પણ કહેવું છે કે ચક્કા જામને લઇને કોઇ ખેડૂત નેતાઓએ તેમનો સંપર્ક નથી કર્યો. રાકેશ ટિકૈતે કહ્યું કે દિલ્હીમાં તો પહેલાથી જ ખેડૂત આંદલન શરુ છે માટે ત્યાં ચક્કાજામ કરવામાં નહીં આવે. જે જગ્યાઓ પર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે, તે રસ્તાઓ પહેલાથી જ બંધ છે. આમ છતા દિલ્હી પોલીસ દ્વારા તમામ બોર્ડર પર સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 

સંયુક્ત કિસાન મોરચાના જણાવ્યા પ્રમાણે દેશમાં આ ચક્કાજ જામનો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે. સાથે જ ત્રણ વાગ્યે એક મિનિટ સુધી હોર્ન વગાડીને ખેડૂતોની એકતાનો સંદેશ આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે.