×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યાં જાહેર

મદાવાદ, તા. 04 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ સિવાય સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને જામનગર સહિતની મહાનગરપાલિકાનાં તમામ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપે સૌપ્રથમ રાજકોટના 18 વોર્ડ માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારબાદ જામનગરમાં 16 વોર્ડના 64 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે અને ભાવનગરમાં ભાજપે 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમજ સુરતના 30 વોર્ડના કુલ 120 ઉમેદવારોની યાદી ગુજરાત ભાજપે જાહેર કરી છે જૂનાગઢ મહાનગરપાલિકા માટે પણ બે વોર્ડના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

સુરતમાં ટીકિટ મળ્યાની ઉજવણી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં સુરતના 30 વોર્ડના કુલ 120 ઉમેદવારોની યાદી ગુજરાત ભાજપે જાહેર કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ જાહેરાતની સાથે કાર્યકરોએ જાણે ચૂંટણી જીતી ગયા હોય તેવી રીતે ઉત્સવની ઉજવણી શરૂ કરી હતી.

રાજકોટ ભાજપમાં ભડકો

રાજકોટ મહાનગરપાલિકા માટે ભાજપે તમામ 72 બેઠકો પર ભાજપના નામો જાહેર કર્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ માટેના ઉમેદવારોના નામો જાહેર થયાં છે. શહેર ભાજપે ઉમેદવારી ફોર્મ ભરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. નવા નિયમોથી રાજકોટમાં ભાજપના સંભવિત ઉમેદવારો મુંઝાયા હતા અને રાજકોટમાં ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે. છેલ્લી ટર્મના 38માંથી 28 કોર્પોરેટરની ટિકિટ કપાઈ ગઈ છે. જેને લઈને નિરાશા જોવા મળી હતી.

ભાવનગરમાં પૂર્વ મેયર મનભાનું પત્તુ કપાયું, આયાતી ઉમેદવારને ટીકિટ

ભાવનગરમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં હાલના 34 કોર્પોરેટરો પૈકી 21 કોર્પોરેટરોનું પત્તા કપાયા છે. ભાજપના ટીકિટ ફાળવણીના નવા માપદંડો મુજબ 60 વર્ષથી વધુની વયના 4 કોર્પોરેટરોની ટિકીટ કપાઇ છે. આ ઉપરાંત પૂર્વ મેયર મનહર મોરીનું પત્તુ પણ કપાયું છે. જ્યારે ભાવનગરમાં 3 ટર્મ પૂર્ણ કરનારા 7 કોર્પોરેટરોની પણ ટિકીટ કપાઇ છે. આ વખતની ચૂંટણીમાં નવા 39 ઉમેદવારોને ટિકિટ અપાઇ છે. જ્યારે કે જુના 13 કોર્પોરેટરોને જ રિપીટ કરવામાં આવ્યા છે. એ સિવાય ભાવનગરમાં ભાજપે એક આયાતી ઉમેદવારને પણ ટીકિટ ફાળવી છે.

જામનગરમાં યાદી જાહેર થયા પછી સુધારો

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 16 વર્ષના 64 ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટી ની યાદી આજે પ્રદેશ કાર્યાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ કપાઈ ગયું હતું. જે અંગેના ટેલિફોનિક જાણ કરતા આખરે ભૂલ થઈ હોવાનું ધ્યાનમાં આવતાં સુધારો કરવો પડયો હતો, અને અડધો કલાક પછી નામ સુધારા સાથે ને ફરીથી નવી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.