×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસને જૂનમાં નવા અધ્યક્ષ મળી જશે : કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠકમાં નિર્ણય

- કોંગ્રેસ અધ્યક્ષને લઇને આગામી જૂન મહિનામાં ચૂંટણી થઇ શકે છે

- સોનિયા ગંધીએ અરનબ ગોસ્વામી અને ખેડૂતોના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા

નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી 2021, શુક્રવાર

કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની અસ્વસ્થતાના કારણે કોંગ્રેસ પક્ષને નવા અધ્યક્ષ મળવાના છે.  આ બાબતને લઇને શુક્રવારે કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે કોંગ્રેસ અધ્યક્ષને લઇને આગામી જૂન મહિનામાં ચૂંટણી થઇ શકે છે. કોરોના મહામરીના કારણે ડિજિટલ માધ્યમ વડે કોંગ્રેસની કાર્યકારી બેઠક મળી હતી. 

સીડબ્યુસીની બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસની કાર્યકારી સમિતિએ નિર્ણય કર્યો છે કે આગામી જૂન 2021ની અંદર કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી જશે. સાથે જ કોંગ્રેસની કાર્યકારી સમિતિએ ખેડૂતો સાથે મજબૂતીથી ઉભા રહેવાનો નિર્ણય પણ કર્યો છે. કાર્ય સમિતિએ ખેડૂતેનો સાથ પવા માટે નીચેથી લઇને ઉપરના સ્તર સુધીની યોજના તૈયાર કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરિષ્ઠ કોંગ્રેસ નેતા મધુસુદન મિસ્ત્રીની અધ્યક્ષતા વાળઆ કેન્દ્રીય ચૂંટણી ઓથોરીટીએ કોંગ્રેસ અધ્યક્ષ સહિત સંગઠનની ચૂંટણી તામિલનાડૂ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરી વિધાનસભા ચૂંટણી બાદ જૂનમાં કરવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. સાથએ જ 29 મેની દિવસે અધિવેશન કરાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. 

આ સિવાય વર્કિંગ કમિટિની આ બેઠકમાં અર્નબ ગોસ્વામીની ચેટ લીક મુદ્દે પણ ચર્ચા થઇ છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરી છે, જેના કારણે પુલવામાં અને બાલાકોટ જેવી સંવેદનશીલ માહિતિ અર્નબ ગોસ્વામી પાસ પહોંચી છે. સાથે જ અર્થવ્યવસ્થા અને ખેડૂતોના મુદ્દે પણ સરકાર પર નિશાન લગાવ્યું હતું.