×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

World Cup 2023: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, કેપ્ટન રોહિત શર્મા સહિત 15 ખેલાડીઓની થઈ પસંદગી, જુઓ યાદી

વનડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ જાહેર કરી દીધી છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયામાં કેટલાંક યુવા ખેલાડીઓને પણ તક મળી છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની ટીમમાં પહેલાથી જ જગ્યા પાક્કી હતી. આ સાથે શુભમન ગિલ અને કુલદીપ યાદવને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતનો ટીમ કોમ્બિનેશન

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો કોમ્બિનેશન સારું દેખાઈ રહ્યું છે. ટીમમાં 5 બેટ્સમેનોને જગ્યા મળી છે. બે વિકેટકીપર બેટ્સમેન ટીમ સાથે છે. ત્રણ ઓલરાઉન્ડર પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર બોલરોને આ 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

રાહુલ વર્લ્ડ કપ માટે તૈયાર

વર્લ્ડ કપ 2023 માટે 15 ખેલાડીઓની ટીમનું એલાન કરવા બાદ ચીફ સેલેક્ટર અજીત અગરકરે કેએક રાહુલના ફિટનેસ અંગે પણ અપડેટ આપ્યું હતું. અગરકરે કહ્યું કે રાહુલે નેશનલ ક્રિકેટ એકાદમીમાં પોતાની ફિટનેસ પર કામ કર્યું છે અને હવે તે વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે ફીટ છે.

પાકિસ્તાન સામે ભારતનો ટોપ ઓર્ડર ફેલ

ભારતીય ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકામાં રમાઈ રહેલા એશિયા કપ 2023માં વ્યસ્ત છે. એશિયા કપમાં ભારત પ્રથમ મેચમાં પાકિસ્તાન સાથે ટકરાઈ હતી. તે મેચમાં ભારતીય ટીમનું ટોપ બેટિંગ ઓર્ડર ફ્લોપ સાબિત થયું હતું. વર્લ્ડ કપ પહેલા મોટી મેચમાં ભારતના દિગ્ગજ ખેલાડીઓનું ફ્લોપ થવું ચિંતાનો વિષય છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર પાકિસ્તાન સામે સસ્તામાં આઉટ થઇ ગયા હતા. વર્લ્ડ કપ 2023નું આયોજન આ વખતે ભારતમાં થવાનું છે, જેથી ભારતીય ટીમથી ફેન્સને ઘણી ઉમ્મીદો રહેશે.


વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (C)
શુભમન ગિલ
વિરાટ કોહલી
શ્રેયસ અય્યર
સુર્યકુમાર યાદવ
કેએલ રાહુલ (wk)
ઈશાન કિશન (wk)
હાર્દિક પંડ્યા (VC)
રવિન્દ્ર જાડેજા
કુલદીપ યાદવ
અક્ષર પટેલ
મોહમ્મદ સિરાજ
મોહમ્મદ શમી
જસપ્રીત બુમરાહ
શાર્દુલ ઠાકુર