×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2022માં ગૃહ મંત્રાલયના અધિકારીઓ સામે સૌથી વધુ 'ભ્રષ્ટાચાર'ની ફરિયાદ, CVCના રિપોર્ટમાં મોટો ખુલાસો

image : Pixabay / Envato 

/ Twitter


ગત વર્ષે ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવી હતી. તેના પછી રેલવે અને બેન્ક અધિકારીઓ સામે સૌથી વધુ ફરિયાદો મળી છે. તાજેતરમાં જારી કરાયેલા સેન્ટ્રલ વિઝિલન્સ કમીશન (CVC) ના વાર્ષિક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. 

ભ્રષ્ટાચારની કુલ ફરિયાદોનો આંકડો એક લાખને વટાવી ગયો 

એક અધિકારીના જણાવ્યાનુસાર સીવીસીએ ફરિયાદોની તપાસ માટે મુખ્ય સતર્કતા અધિકારીઓને ત્રણ મહિનાની મુદ્દત આપી છે. અહેવાલ અનુસાર 2022માં કેન્દ્ર સરકારના તમામ વિભાગો અને સંગઠનોમાં તમામ કેટેગરીના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની કુલ 1,15,203 ફરિયાદો મળી હતી. તેમાંથી 85,437  ફરિયાદોનો નિકાલ લવાયો છે. જોકે 29,766 ફરિયાદો હજુ પેન્ડિંગ છે. તેમાંથી 22,034 ફરિયાદો ત્રણ મહિનાથી વધુ સમયથી લંબિત છે. 

ગૃહ મંત્રાલયના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદો 

અહેવાલ અનુસાર ગૃહ મંત્રાલયને તેના અધિકારીઓ સામે 46,643  ફરિયાદો મળી હતી. જ્યારે રેલવેને 10,583 ફરિયાદો અને બેન્કોને 8,129 ફરિયાદો મળી હતી. ગૃહ મંત્રાલયના કર્મચારીઓ સામે કુલ ફરિયાદોમાંથી 23,919નો નિકાલ લાવી દેવાયો અને 22,724 ફરિયાદો લંબિત રહી, જેમાંથી 19,198 ફરિયાદો ત્રણ મહિનાથી વધુ સમય સુધી લંબિત રહી છે.

રેલવેમાં પણ ભ્રષ્ટાચારીઓ વધુ 

જ્યારે રેલવેએ 9663 ફરિયાદોનો નિકાલ લાવ્યો હતો. જોકે 917 ફરિયાદો લંબિત છે. જેમાં 9 ફરિયાદો ત્રણ મહિનાથી વધુ સમયથી લંબિત હતી. બેન્કોએ ભ્રષ્ટાચારની 7762 ફરિયાદોનો ઉકેલ લાવ્યો. જેમાં હજુ 367 લંબિત છે. એમાંય 78 ફરિયાદો ત્રણ મહિનાથી વધુ સમયથી લંબિત હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીના કર્મચારીઓ સામે 7370 ફરિયાદો નોંધઈ હતી જેમાંથી 6804 ફરિયાદોનો નિકાલ લવાયો અને 566 ફરિયાદો હજુ લંબિત છે જેમાં 18થી વધુ ફરિયાદો ત્રણ મહિના કરતાં પણ વધુ સમયથી લંબિત છે.