×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'PM મોદી ઈવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે..', ચૂંટણી માટે G20નો ઉપયોગ કરવાનો કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસે શનિવારે કેન્દ્ર સરકાર સામે ભારતમાં આગામી G20 બેઠક (G20 Meeting)નો ઉપયોગ કરી ચૂંટણી અભિયાન ચલાવવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે લોકોનું ધ્યાન વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવવા માટે આવું કરાઈ રહ્યું છે. G20 નેતાઓની બેઠક 9-10 સપ્ટેબરે ભારત મંડપમ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન-કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત થવાની છે. 

ચૂંટણી અભિયાન માટે G20નો થઈ રહ્યો છે ઉપયોગ 

એક્ટ પર હિન્દીમાં કરેલી એક પોસ્ટમાં કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે G20ની રચના 1999માં થઈ હતી. 19 દેશ અને યુરોપિયન યુનિયન તેના સભ્યો છે. તેની રચનાથી લઈને અત્યાર સુધી વારાફરતી 17 દેશોમાં G20 શિખર સંમેલનનું આયોજન થયું. હવે ભારતનો વારો છે પણ અહીં તેને લઈને ચૂંટણી કેમ્પેન ચલાવાઈ રહ્યાં છે અને માહોલ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવું બીજા કોઈ દેશમાં થયું નથી. ખરેખર એવું એટલા માટે કરાય છે કે જેથી કરીને જરૂરી મુદ્દાઓથી ધ્યાન ભટકાવી શકાય. 

જયરામ રમેશે સાધ્યું નિશાન 

જયરામ રમેશે ટ્વિટ કરતાં કહ્યું કે આપણે યાદ રાખવું જોઈએ કે આ નવી દિલ્હીમાં 1983માં 100થી વધુ દેશોનું સંમેલન અન તેના પછી કોમનવેલ્થ દેશોના શિખર સંમેલનનું સફળતાપૂર્વક આયોજન થયું છે પણ તત્કાલીન સરકારોએ ચૂંટણી ફાયદા માટે તેનો લાભ ખાટવાનો પ્રયાસ નહોતો કર્યો. તેમણે આગળ લખ્યું કે મને એક લાલકૃષ્ણ અડવાણીની એક  વાત યાદ આવે છે.  5 એપ્રિલ 2014ના રોજ તેમણે નરેન્દ્ર મોદીને એક શાનદાર ઈવેન્ટ મેનેજર ગણાવ્યા હતા. પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે વડાપ્રધાન ઈવેન્ટ મેનેજમેન્ટ જ કરી રહ્યા છે.