×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાયુસેનાની મોટી સફળતા! હેવી ડ્રોપ સિસ્ટમનું સફળ પરીક્ષણ, ADRDEએ તૈયાર કર્યું ડિઝાઇન અને મોડ્યુલ


દેશે મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણ ઉત્પાદનમાં મોટી સફળતા હાંસલ કરી છે. DRDO દ્વારા વિકસિત P-7 હેવી ડ્રોપ સિસ્ટમની મદદથી, સાત ટન જેટલા વજનના સાધનોને હવે યુદ્ધના મેદાનમાં સરળતાથી પેરાશૂટ દ્વારા મોકલી શકાશે. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં DRDOની પેટાકંપની એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા ડિઝાઇન અને વિકસિત હેવી ડ્રોપ સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું.

હેવી ડ્રોપ સિસ્ટમ શું છે?

હેવી ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ સાત ટન વજનની શ્રેણીમાં લશ્કરી સ્ટોર્સ (વાહનો/દારૂગોળો/સાધન) પેરાશૂટ કરવા માટે થાય છે. IL-76 એરક્રાફ્ટ માટે હેવી ડ્રોપ સિસ્ટમ (P-7HDS) એક પ્લેટફોર્મ અને વિશિષ્ટ પેરાશૂટ સિસ્ટમ ધરાવે છે. પેરાશૂટ સિસ્ટમ એ મલ્ટી-સ્ટેજ પેરાશૂટ સિસ્ટમ છે, જેમાં પાંચ મુખ્ય કેનોપીઝ, પાંચ બ્રેક શૂટ, બે સહાયક શૂટ, એક એક્સ્ટ્રાક્ટર પેરાશૂટનો સમાવેશ થાય છે. તેનું પ્લેટફોર્મ એલ્યુમિનિયમ અને સ્ટીલના મિશ્રણથી બનેલું મેટલ સ્ટ્રક્ચર છે. આ સિસ્ટમ સમ્પૂર્ણ સ્વદેશી સંસાધનો સાથે સફળતાપૂર્વક વિકસાવવામાં આવી છે. P-7 એચડીએસને આર્મીમાં સામેલ કરવામાં આવી છે. P-7 હેવી ડ્રોપ સિસ્ટમ L&T કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે જ્યારે પેરાશૂટ ઓર્ડનન્સ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવી રહી છે.

તેલ અને પાણીની પણ પેરાશૂટને અસર થશે નહિ 

આ પેરાશૂટને તેલ અને પાણીની અસર થતી નથી અને તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. ડીઆરડીઓ લાંબા સમયથી આ સિસ્ટમ બનાવવાની તૈયારી કરી રહ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી હેવી ડ્રોપ સિસ્ટમનું પરીક્ષણ ચાલી રહ્યું છે.