×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિક્રમ લેન્ડરની ભ્રમણકક્ષામાં અને ગતિમાં પહેલો ઘટાડો થયો: ચંદ્રની વધુ નજીક ગયું


- હવે ડિબૂસ્ટિંગની બીજી પ્રક્રિયા 20, ઓગસ્ટે બપોરે 2:00 વાગે થશે

મુંબઇ : ભારતના ચંદ્રયાન-૩૩ અવકાશ યાનના વિક્રમ લેન્ડરની પહેલા ડિબુસ્ટિંગ(ભ્રમણ કક્ષામાં અને ગતિમાં ઘટાડો કરવાની પ્રક્રિયા)ની પ્રક્રિયા આજે ૨૦૨૩ની ૧૮, ઓગસ્ટે, શુક્રવારે સાંજે ૩:૫૦ વાગે સફળતાપૂર્વક  પાર પડી છે. આ પ્રક્રિયા સાથે જ લેન્ડર મોડયુલ ચંદ્રની ધરતીની વધુ નજીક ગયું  છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ચંદ્રયાન-૩ના લેન્ડર મોડયુલ (વિક્રમ લેન્ડર)ની કામગીરી  સંપૂર્ણ સરળતાથી અને સચોટતાથી થઇ રહી છે.આજે વિક્રમ લેન્ડરની ભ્રમણકક્ષા ઘટીને૧૧૩ટ૧૫૭ કિલોમીટર થઇ છે.  વિક્રમ લેન્ડરની  બીજા ડિબુસ્ટિંગ પ્રક્રિયા હવે પછી ૨૦, ઓગસ્ટે બપોરે ૨:૦૦ વાગે થશે.

ગઇકાલે ૧૭, ઓગસ્ટે ૩૫ દિવસના સંગાથ બાદ ચંદ્રયાન-૩ના પ્રોપલ્શન મોડયુલ અને લેન્ડર મોડયુલ એકબીજાંથી અલગ થયાં છે.હવે લેન્ડર મોડયુલ એટલે કે વિક્રમ લેન્ડર ૨૩,ઓગસ્ટે સાંજે ૫:૪૭ વાગે ચંદ્રના દક્ષિણ ધુ્રવનાં નક્કી થયેલાં બેમાંથી કોઇપણ એક સ્થળ પર સલામત રીતે ઉતરશે.

વિક્રમ લેન્ડરમાં જ પ્રજ્ઞાાન રોવર ગોઠવાયેલું છે. 

ઇસરોના ચેરમેન શ્રીધર પેનીકર સોમનાથે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે વિક્રમ લેન્ડર ચંદ્રની  સપાટીથી  ફક્ત ૩૦ હશે ત્યારે તેનાં થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને ચંદ્રની ધરતી પર ઉતરશે.સાથોસાથ લેન્ડરની ગતિમાં ઘટાડો કરવાની પ્રક્રિયા સૌથી પડકારરૂપ બની રહેશે. સાથોસાથ, વિક્રમ  લેન્ડરને હોરીઝેન્ટલ(આડી સ્થિતિ)માંથી વર્ટિકલ(ઉભી સ્થિતિ) ડિરેક્શનમાં લાવવાની પ્રક્રિયા પણ એટલી જ મહત્વની બની રહેશે.

આ તબક્કે વિક્રમ લેન્ડર હોરીઝેન્ટલ ડિરેક્શનમાં હશે ત્યારે  તેની ગતિ ૧.૬૮ કિલોમીટર)પ્રતિ સેકન્ડ)ની હશે.જોકે ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઉતરવા માટે તો વિક્રમ લેન્ડરે ઉભી સ્થિતિમાં આવી જવું પડશે.આ સમગ્ર પ્રક્રિયાનું ગણિત અને ગણતરી ખરેખર બહુ અટપટી છતાં રસપ્રદ હોય છે.

૨૦૧૯ના ચંદ્રયાન-૨નું  વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઉતરતું હતું ત્યારે આ સમગ્ર ગણતરીમાં કંઇક ભૂલ થઇ ગઇ હોવાથી તે સરળતાથી ઉતરી શક્યું નહોતું. તૂટી પડયું હતું.