×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મધ્યપ્રદેશ : કોંગ્રેસે ભાજપના 254 કૌભાંડોનો કર્યો પર્દાફાશ, યાદી બહાર પાડી ‘શિવરાજ સરકાર’ને ઘેરી

ભોપાલ, તા.18 ઓગસ્ટ-2023, શુક્રવાર

મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા જ ભ્રષ્ચાચારના મામલો જોરશોરથી ગુંજી રહ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યયંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથે આજે ‘શિવરાજ સરકાર’ પર ભ્રષ્ટાચાર મામલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. કોંગ્રેસે આજે શિવરાજ સરકારના કૌભાંડોની આખી શીટ બહાર પાડી... તેમણે કહ્યું કે, ઝડપથી કૌભાંડો કરી રહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના કારણે તે દિવસો દૂર નથી કે, જ્યારે ગૂગલ પર કૌભાંડ શબ્દ ટાઈપ કરાશે અને શિવરાજજીની તસવીર સામે આવી જશે... જો શિવરાજ સરકારે આટલા બધા કૌભાંડો ન કર્યા હોત તો આજે રાજ્યના નાગરિકો દેશના સૌથી સ્મૃદ્ધ અને સંપન્ન નાગરિત હોત...

મધ્યપ્રદેશ સરકારના ભ્રષ્ટાચારના પોસ્ટરો બતાવાયા

આજે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા કમલનાથ અને પાર્ટીના કાર્યકરોએ મધ્યપ્રદેશ સરકાર પર 50 ટકા કમિશનના ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા પોસ્ટરો બતાવ્યા.... કમલનાથે કહ્યું કે, અમે ન્યાય માટે બધું કરીશું.

ગૂગલ પર કૌભાંડ સર્ચ કરશો તો શિવરાજ સિંહ ચૌહાણની તસવીર જોવા મળશે

મધ્ય પ્રદેશ કોંગ્રેસે રાજ્યમાં છેલ્લા 18 વર્ષોમાં ભાજપ સરકાર હેઠળ કથિત રીતે કરાયેલા કૌભાંડોની ‘કૌભાંડ શીટ’ આજે બહાર પાડી.... મીડિયા સાથે વાત કરતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે જણાવ્યું કે, ટૂંક સમયમાં ગૂગલ પર કૌભાંડ સર્ચ કરવાથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની તસવીર સામે આવી જશે... તેમણે કહ્યું કે, શિવરાજ સરકારે પોતાના 18 વર્ષના શાસન દરમિયાન કૌભાંડોનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ યાદી ઘણી લાંબી છે અને કોંગ્રેસે કૌભાંડની યાદીમાં કેટલાક મોટા કૌભાંડીઓને સામેલ કર્યા છે. 50 ટકા કમિશન રાજે રાજ્યને કૌભાંડ રાજ્યમાં ફેરવી દીધું છે.

કોંગ્રેસે બહાર પાડેલી કૌભાંડ શીટની ખાસ વાત

કોંગ્રેસ દ્વારા બહાર પડાયેલી કૌભાંડ શીટમાં કુખ્યાત વ્યાપમં કૌભાંડ (2000 કરોડ રૂપિયા), ગેરકાયદેસર ખાણકામ (50,000 કરોડ રૂપિયા), ઈ-ટેન્ડર કૌભાંડ (3000 કરોડ રૂપિયા) આરટીઓ કૌભાંડ (25,000 કરોડ રૂપિયા) દારુ કૌભાંડ (86,000 કરોડ રૂપિયા), મહાકાલ લોક (100 કરોડ રૂપિયા) અને વીજળી કૌભાંડ (94,000 કરોડ રૂપિયા) સહિત 254 કૌભાંડોની યાદી બહાર પાડી છે.

કોંગ્રેસના આક્ષેપો બાદ ભાજપે આપ્યો વળતો જવાબ

કોંગ્રેસના હુમલા બાદ ભાજપે વળતો જવાબ આપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મુખ્યમંત્રીને કે વડાપ્રધાનને કમલનાથના સર્ટિફિકેટની જરૂર નથી... જો તેઓ (કમલનાથ) ભ્રષ્ટાચારના ચશ્માથી જોશે તો તેમને માત્ર ભ્રષ્ટાચાર જ દેખાશે. જો તેઓ વિકાસ અને ગરીબ કલ્યાણના ચશ્માથી જોશે તો વિકાસ દેખાશે... મને એ કહેતા ગર્વ થાય છે કે શિવરાજ સિંહ ચૌહાણના મુખ્યમંત્રી બન્યા બાદ મધ્યપ્રદેશની માથાદીઠ આવક વધી છે.