×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : મલેશિયામાં ચાર્ટર પ્લેન ક્રેશ થઈ કાર-બાઈક સાથે અથડાયું, 10 લોકોના મોત

કુઆલાલંપુર, તા.17 ઓગસ્ટ-2023, ગુરુવાર

મલેશિયાના કુઆલાલંપુરમાં આજે એક એક્સપ્રેસ વે પર ચાર્ટર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. મલેશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીના એક નિવેદનમાં આવ્યું હતું કે, વિમાનમાં 6 મુસાફરો અને 2 ફ્લાઇટ ક્રૂ મેમ્બર હતા. વિમાન લેંગકાવી ઈન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયું હતું અને સુલતાન અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ જઈ રહ્યું હતું.

એર ટ્રાફિક કંટ્રોલ ટાવર પરથી કર્મીઓએ ધુમાળો જોતા દોડતા થયા

પ્રાપ્ત માહિતી મુજબ, ચાર્ટર પ્લેને સુબાંગ એર ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથે પ્રથમ સંપર્ક સ્થાનિક સમય મુજબ બપોરે 2.47 કલાકે  કર્યો હતો. આ પ્લેનને લેન્ડિંગની મંજૂરી માટે બપોરે 2.48 વાગ્યાનો સમય અપાયો હતો. જોકે કર્મચારીઓએ ટાવર પરથી બપોરે 2.51 વાગ્યે થોડે દૂર એટલે કે દુર્ઘટનાસ્થળે ધુમાળો જોયો. આ દરમિયાન કર્મચારીઓએ તુરંત અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી.

વિમાન કાર-બાઈક સાથે અથડાયું

સેલાંગોર પોલીસ વડા હુસૈન ઉમર ખાને જણાવ્યું કે, વિમાન એક કાર અને બાઈક સાથે અથડાયું હતું. બંને વાહનોમાં એક-એક વ્યક્તિ સવાર હતી. ફોરેન્સિક કર્મચારીઓ મૃતદેહો એકત્રિત કરી રહ્યા છે. હાલ પરિવહન મંત્રાલય આ ઘટનાની તપાસ કરી રહી છે.