×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફ્રાંસના રાષ્ટ્રપતિએ હિન્દીમાં ભારતને પાઠવી સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ, નેપાળ અને ભુતાને પણ આપી શુભેચ્છા


ભારતમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. દેશ વિદેશના નેતાઓ ભારતને આઝાદી પર્વની શુભખામનાઓ પાઠવી રહ્યા છે.

પ્રચંડે પીએમ મોદી તેમજ દેશના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી 

નેપાળના પીએમ પુષ્પ કમલ પ્રચંડે પીએમ મોદી તેમજ દેશના નાગરિકોને 15 ઓગસ્ટની શુભેચ્છા પાઠવી છે. પ્રંચડે કહ્યુ હતુ કે, ભારતના સ્વાતંત્ર્ય પર્વના શુભ દિવસે હું પીએમ મોદી તેમજ ભારતની મૈત્રીપૂર્ણ જનતાને શાંતિ, પ્રગતિ અને સમૃધ્ધિ માટે શુભકામનાઓ પાઠવુ છું.

ફ્રાંસના રાષ્ટ્રપતિએ હિન્દીમાં પાઠવી શુભકામનાઓ 

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને પણ ભારતને આઝાદીની વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન આપતો સંદેશો મોકલ્યો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને હિન્દીમાં ભારતને શુભકામનાઓ પાઠવતા કહ્યુ હતુ કે, ભારતના લોકોને તેમના આઝાદી પર્વ માટે શુભકામનાઓ.એક મહિના પહેલા મેં અને મારા મિત્રે  ભારતની આઝાદીના 2047માં પૂરા થનારા 100  વર્ષને ધ્યાનમાં રાખીને ફ્રાંસ અને ભારતની ભાગીદારી માટે ચર્ચા કરી હતી.ભારત એક વિશ્વસનિય દોસ્ત તરીકે ફ્રાંસ પર હંમેશા ભરોસો કરી શકે છે. આ સાથે મેક્રોને ગયા મહિને પીએમ મોદીની ફ્રાંસની મુલાકાત સમયનો એક વિડિયો શેર કર્યો છે.ફ્રાંસના બેસ્ટિલ ડે પરેડમાં પીએમ મોદી સામેલ થયા હતા.બેસ્ટિલ ડે નિમિત્તે યોજાયેલી પરેડમાં ભારતીય સેનાની ટુકડીઓએ પણ ભાગ લીધો હતો.

ભુટાના પીએમ લોટે ત્સેરિંગે પણ સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી 

ભુટાના પીએમ લોટે ત્સેરિંગે પણ સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, ભારતના 77મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી હું મારા મિત્રો સાથે કરી રહ્યો છે.પીએમ મોદીના નેતૃત્વમાં ભારત નવા સપનાઓને સાકાર કરી રહ્યુ છે અને નવી ઉંચાઈઓ સર કરી રહ્યુ છે.ભારતના લોકો ખુબ પ્રગતિ કરે તેવી આશા.

+++++