×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશના આ રાજ્યમાં 2000 ટ્રેક્ટર સાથે નિકાળાઈ વિશાળ ત્રિરંગા યાત્રા… 15 કિ.મી. ટ્રાફિક જામ

ભરતપુર, તા.15 ઓગસ્ટ-2023, મંગળવાર

દેશભરમાં આજે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ પર્વને લઈને દેશના તમામ રાજ્યોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં વિદેશમાં પણ ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી જોવા મળી રહી છે, ત્યારે રાજસ્થાનમાં સ્વાતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરી 2000 ટ્રેક્ટરો સાથે સૌથી લાંબી યાત્રા કઢાઈ છે. 

2000થી વધુ ટ્રેક્ટરો સાથે અત્યાર સુધીની સૌથી મોટી કિસાન ત્રિરંગા રેલી યોજાઈ

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નદબઈ મતવિસ્તારમાં ભાજપ નેતા દૌલત સિંહ ફૌજદાર દ્વારા ઐતિહાસિક ટ્રેક્ટર ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ ઉજવણી પ્રસંગે 2000થી વધુ ટ્રેક્ટરો સાથે અત્યાર સુધીની સૌથી મોટી કિસાન ત્રિરંગા રેલી કઢાઈ હતી. ખાનુઆ ગામથી શરૂ થયેલી રેલી ઉચ્ચૈન, પીંગોરા થઈ નદબઈ પહોંચી હતી, ત્યારે ઠેર-ઠેર રેલીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. રેલીમાં સામેલ તમામ ટ્રેક્ટરો ફોટો, હોર્ડિંગ્સ, બેનરો સાથે સણગારાયા હતા. આ યાત્રા આખા ભરતપુર જિલ્લામાં યોજાઈ હતી, તો આ રેલીને જોવા દૂરદૂરથી લોકો આવ્યા હતા. નદબઈ વિધાનસભા ક્ષેત્રના લગભગ 50 ગામોમાં પસાર થઈ ત્રિરંગા ટ્રેક્ટર રેલી કઢાઈ હતી. આ દરમિયાન ચારેકોર ભારત માતા કી જય, જય હિંદના નારા ગુંજ્યા હતા.

રેલી દરમિયાન 15 કિલોમીટર ટ્રાફિક જામ

ટ્રેક્ટર રેલી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા હતા. જોકે ત્રિરંગા રેલી દરમિયાન લગભગ 15 કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો. 18થી 20 કિલોમીટર દૂર સુધી માત્રને માત્ર ટ્રેક્ટર રેલી જ જોવા મળતી હતી. આ રેલીમાં દૂર દૂરથી આવેલા ખેડૂતોએ પણ ઉત્સાહભેર ભાગ લેવા પહોંચ્યા હતા.