×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રના યવતમાલમાં પૂરમાં ફસાયા 40 લોકો, 2નાં મોત, વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કરાશે રેસ્ક્યૂ


આ વખતે દેશભરમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. હિમાચલ, ઉતરાખંડ, દિલ્હી, પંજાબ-હરિયાણા, ગુજરાત મહારાષ્ટ્ર સહીતના રાજયમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના યવતમાલ જીલ્લામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

લોકોને બહાર કાઢવા માટે નાગપુરથી એક હેલિકોપ્ટર મોકલવામાં આવશે 

મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના યવતમાલમાં અવિરત વરસાદને કારણે ભારે પાણી ભરાઈ ગયા છે. પ્રદેશમાં અવિરત વરસાદને કારણે યવતમાલમાં ઘરો અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. નાગપુર સંરક્ષણ પ્રવક્તા વિંગ કમાન્ડર રત્નાકર સિંહે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રની માંગના આધારે, યવતમાલ જિલ્લામાં પૂરને કારણે ફસાયેલા 40 લોકોને બહાર કાઢવા માટે નાગપુરથી એક Mi-17 V5 હેલિકોપ્ટર મોકલવામાં આવી રહ્યું છે.

SDRF દ્વારા 5 અલગ-અલગ સ્થળોએ બચાવ કામગીરી શરુ 

યવતમાલમાં પૂરની સ્થિતિ સર્જવાના કારણે ડીએમ એ જણાવ્યું કે, જીલ્લાના મહાગાંવમાં પૂરમાં ફસાયેલા લોકોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવશે. હાલ આ જગ્યા પર ઢગલાબંધ લોકો ફસાયેલા છે. તેમણે કહ્યું કે, હવામાન સુધર્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. યવતમાલ જિલ્લામાં ઘરની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. SDRF દ્વારા 5 અલગ-અલગ સ્થળોએ બચાવ કામગીરી ચાલી રહી છે.