×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

USમાં પ્રથમ વખત કોઈ મહિલા નેવી અધિકારી બનશે, જો બાયડને લિસા ફ્રેન્ચેટીની પસંદગી કરી

Image : Twitter

રાષ્ટ્રપતિ જો બાયડને યુએસ નેવીનું નેતૃત્વ કરવા માટે એડમિરલ લિસા ફ્રેન્ચેટીની પસંદગી કરી છે અને જો યુએસ સેનેટ તેમની નિમણૂકને મંજૂરી આપે છે, તો તે યુએસમાં કોઈપણ સૈન્ય સેવાનું નેતૃત્વ કરનાર લિસા ફ્રેન્ચેટી પ્રથમ મહિલા બની જશે.

લિસા ફ્રેન્ચેટી નેવીમાં 1985માં જોડાયા

સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને નેવીના પેસિફિક ફ્લીટના કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ પેપારોને આ પદ માટે ભલામણ કરી હતી, પરંતુ તેમને યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આ બંને એપોઇન્ટમેન્ટની માહિતી જાહેર કરવામાં આવી નથી. લિસા ફ્રેન્ચેટી હાલમાં નેવીના વાઇસ ચીફ છે, તેઓ 1985માં નેવીમાં જોડાયા હતા. આ સિવાય તેણીએ યુએસ નેવીમાં કમાન્ડર કોરિયા, નેવીના નાયબ ચીફ ફોર વોર અને સ્ટ્રેટેજી, પ્લાન્સ એન્ડ પોલિસીના ડિરેક્ટર તરીકે સેવા આપી છે. તેણીએ બે કેરિયર સ્ટ્રાઈક જૂથોને પણ કમાન્ડ કર્યા છે અને સપ્ટેમ્બર 2022માં નેવીના વાઇસ ચીફ બન્યા હતા.

જો બાયડને ગઈકાલે જાહેરાત કરી

રાષ્ટ્રપતિ જો બાયડને ગઈકાલે જાહેરાત કરી હતી કે આપણા આગામી નેવીના વડા તરીકે, એડમિરલ લિસા ફ્રેન્ચેટી એક કમિશન્ડ ઓફિસર તરીકે આપણા દેશમાં 38 વર્ષોની સર્મપિત સેવાને પ્રદાન કરશે, જેમાં તેમની વર્તમાન નેવીની કામગીરીના નાયબ વડા તરીકેની ભૂમિકાનો પણ સમાવેશ થાય છે. યુએસ સેક્રેટરી ઓફ ડિફેન્સ લોયડ ઓસ્ટીને લિસા ફ્રેન્ચેટીના નામાંકનને બિરદાવતા કહ્યું કે દરેક એડમિરલ એ સુનિશ્ચિત કરશે કે ઈન્ડો-પેસિફિકમાં આપણું યુએસ નેવી અને સંયુક્ત દળો અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લશ્કરી દળ બની રહે.