×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશની રક્ષા કરું છું પરંતુ પત્નીની રક્ષા ન કરી શક્યો, મણિપુરમાં નિર્વસ્ત્ર કરાયેલી મહિલાના પતિની દર્દનાક આપવીતી

ઈમ્ફાલ, તા.21 જુલાઈ-2023, શુક્રવાર

તાજેતરમાં જ મણિપુરમાં 2 મહિલાઓને નિવસ્ત્ર હાલતમાં પરેડ કરાવવાનો વીડિયો વાયરલ થયો હતો... આ ઘટના બાદ આખા રાજ્યમાં આક્રોષ ઉપરાંત રાજકીય ધમાસાણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ ઘટના વચ્ચે વધુ એક ચોંકાવનારો અને રુવાડા ઉભો કરી દેતો ખુલાસો થયો છે કે, ભીડની હેવાનિયતનો શિકાર બનેલી એક મહિલાનો પતિ કારગીલ યુદ્ધ લડી ચુક્યો છે અને નિવૃત્ત સુબેદાર છે. તેમણે કહ્યું કે, તેમના વિસ્તારની સ્થિતિ ખુબ જ ભયાનક અને ડરાવની છે. આ ઘટનામાં મણિપુર પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી હુઈરમ હીરોદાસ સહિત 4 લોકોની ધરપકડ કરી ચુકી છે.

‘અમને બંદૂકની અણી પર હજારો લોકોની સામે કપડા ઉતારવા મજબૂત કર્યા’

એક સમાચારપત્ર સાથે ચર્ચા દરમિયાન 65 વર્ષિક નિવૃત્ત સૈનિક અને હેવાનિયતનો શિકાર બનેલી પત્નીએ જણાવ્યું કે, તેમણે બધુ ગુમાવી દીધું છે... તેમણે કહ્યું કે, તેઓ સામાન અને સમ્માન સુધી બધુ જ ગુમાવી ચુક્યા છે... પીડિત મહિલાએ કહ્યું કે, મને અને મારી સાથેની મહિલાને બંદૂકની અણી પર હજારો લોકોની સામે કપડા ઉતારવા મજબૂત કર્યા... જો અમે કપડા ન ઉતાર્યા હોત તો તે લોકોએ અમને જીવતા મારવાની ધમકી આપી...

‘અમને નાચવા પર મજબૂત કર્યા, ધક્કો માર્યો અને પરેડ કરાવી’

પીડિતાએ વધુમાં જણાવ્યું કે, તેમણે અમને નાચવા પર મજબૂત કર્યા, ધક્કો માર્યો અને પરેડ કરાવી... તે તમામ લોકો જંગલી જાનવરની જેમ વર્તન કરી રહ્યા હતા... પૂર્વ સૈનિકે કહ્યું કે, તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી, પરંતુ અમારા બાળકોની ચિંતા કરવાની હતી, તેથી તે સામાન્ય બનવાના પ્રયાસ કરી રહી છે.

સરહદથી પણ ભયાનક મારુ ઘર

તેમણે કહ્યું કે, મેં કારગિલમાં લડાઈમાં ઉતરી સામેથી યુદ્ધ જોયું છે અને જ્યારે હું ઘરે પરત ફર્યો, તો મારી પોતાની જગ્યા યુદ્ધક્ષેત્રથી વધુ ભયાનક છે. દેશની રક્ષા કરું છું પરંતુ પત્નીની રક્ષા ન કરી શક્યો... તેમણે જણાવ્યું કે, તે લોકો 4 મેના રોજ અમારા ગામમાં આવ્યા અને ઘરોને આગ લગાવવાનું શરૂ કરી દીધું... ગામના તમામ લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગ્યા... મારી પત્ની મારાથી નોખી પડી ગઈ અને ગામના ચાર અન્ય લોકો સાથે જંગલમાં ઝાડ પાછળ છુપાઈ ગઈ...

મહિલાઓને બચાવી રહેલા પુરૂષોને જાનથી માર્યા

તેમણે કહ્યું કે, કેટલાક હુમલાખોરો અમારી બકરીઓ, સુવરો અને કુકડાઓને પકડ્યા અને ગામમાં પહોંચી ગયા... અને ત્યાં મારી પત્ની અને અન્ય લોકોને શોધી બંદી બનાવીને લઈ ગયા... પૂર્વે સૈનિકે જણાવ્યું કે, મહિલાને બચાવવાના પ્રયાસ કરી રહેલા પિતા અને ભાઈને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધા... તેમણે કહ્યું કે, તેમની પત્ની ઉપરાંત એક મહિલા, એક બાળક અને એક જ પરિવારના પિતા-પુત્ર-પુત્રી હતા... ભીડ પોલીસવાળાઓ પાસેથી છિનવીને તમામને લઈ ગઈ...

‘3 મહિલાઓને કપડા ઉતારવા માટે મજબુર કરાઈ’

પૂર્વ સૈનિકે હેવાનોની ભીડ અને તે દુઃખ ઘટનાને યાદ કરીને કહ્યું કે, મારી નજર સામે જ ભીડ મારી પત્ની અને અન્ય ચાર લોકોને થોડેક દૂર લઈ ગઈ... 3 મહિલાઓને કપડા ઉતારવા માટે મજબુર કરાઈ... જોકે હાથમાં બાળક લઈને ઉભેલી એક મહિલાને જવા દીધી... ભીડે ઓછી ઉંમરની મહિલાઓની છેડતી કરવાની શરૂ કરી અને જ્યારે તેમના ભાઈ અને પિતાએ દરમિયાનગીરી કરી તો તેમને મોતને ઘાટ ઉતારી દીધા...

તેમણે કહ્યું કે, હેવાનખોરોની હેવાનિયત લગભગ 2-3 કલાક સુધી ચાલી... તેઓ તેમની પત્નીને મોડી રાત્રે નાગા ગામમાં મળ્યા અને નાની પુત્રીને તેનો પ્રેમી લઈ ગયો... હાલ પતિ-પત્ની ચૂડાચાંદપુરમાં રાહત શિબિરમાં રહી રહ્યા છે.