×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટોરેન્ટોમાં માલસામાન સહિત વાહનોની ચોરીના રેકેટનું ભાંડાફોડ, ભારતીય મૂળના 15 કેનેડિયનની ધરપકડ

image : IANS


ટોરેન્ટો અને તેની આજુબાજુના શહેરોમાં કરોડો ડોલરના ઓટો અને માલસામાન લઈ જતા વાહનોની ચોરી કરવાના આરોપમાં 15 ભારતીય કેનેડિયનની ધરપકડ કરાઈ છે. તેમાં મોટાભાગના બ્રામ્પટનના પંજાબી છે. આ ટોળકી માલસામાન ભરેલા ટ્રકની ચોરી કરતી હતી અને પછી ચોરી કરેલી વસ્તુઓને અજાણ્યા લોકોને વેચી મારતી હતી. 

ધરપકડ કરાયેલા ભારતીયમૂળના કેનેડિયનોમાં આ લોકો સામેલ 

ધરપકડ કરાયેલા 15 આરોપીઓમાં બલકાર સિંહ, અજય, મનજીત પદ્દા, જગજીવન સિંહ, અમનદીપ બેદવાન, કરમશંદ સિં!, જસવિંદર અટવાલ, લખવીર સિંહ, જગપાલ સિંહ, ઉપકરણ સંધુ, સુખવિંદર સિંહ, કુલવીર બેન્સ, ઇદર લાલસરન, શોબિત વર્મા અને સુખનિંદર ઢિલ્લોં સામેલ હતા. આ લોકોના કબજામાંથી 28 ટ્રેક્ટર-ટ્રેલર કબજે લેવાયા હતા. તેની સાથે 28 કન્ટેન્ટર પણ મળી આવ્યા હતા જેમાં ચોરી કરાયેલું માલસામાન સંગ્રહી રાખવામાં આવ્યું હતું. 

જુઓ કેટલાં ડૉલરના માલ-સામાનની રિકવરી કરાઈ 

જપ્ત કરાયેલા ટ્રેલર અને માલસામાનની કિંમત આશરે 9.24 મિલિયન ડૉલર આંકવામાં આવી હતી. પોલીસ પ્રવક્તા માર્ક હેવુડે કહ્યું કે તપાસના પરિણામ સ્વરૂપે 6.99 મિલિયન ડૉલરની કિંમતના ચોરી થયેલા માલના 28 કન્ટેનર કબજે લેવાયા હતા. તેની સાથે  2.25 મિલિયન ડૉલરના વધારાના 28 ચોરી થયેલા ટ્રેક્ટર અને ટ્રેલર કબજે લેવાયા હતા. એટલે કુલ  9.24 મિલિયન ડૉલરના વાહનો અને માલસામાન કબજે લેવાયા હતા.