×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક, અન્ય 3 રાજ્યોમાં પણ નિમણૂક

ગુજરાત હાઇકોર્ટને મળ્યા બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. જેમાં જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના નામની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે જસ્ટિસ સુનીતા અગ્રવાલ ના નામને મંજૂરી આપી છે. જણાવી દઈએ કે, દેશની હાઈકોર્ટની જજની નિયુક્તિ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ કરે છે. આ માટે કોલેજિયમ નામની પસંદગી કરીને કેન્દ્રને મોકલે છે અને કેન્દ્રની મંજુરી બાદ પોસ્ટિંગ અપાય છે.

ગુજરાત હાઇકોર્ટમાં જજ સોનિયા ગોકાણીના રિટાયરમેન્ટ બાદ તેમણે કાર્યકારી ચીફ જજ બનાવવામાં આવ્યા હતા. કેરાલા હાઇકોર્ટના ચીફ જજ એસ. વેંકટનારાયણ ભટ્ટીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી થવાથી કેરાલા હાઇકોર્ટમાં આશિષ દેસાઈને હવે ચીફ જજ બનાવાયા છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ પણ કેન્દ્ર સરકારે જસ્ટિસ સુનીતા અગ્રવાલના નામને મંજુરી આપી છે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટની કોલેજીયમે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના નામની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી. કોલેજિયમે ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત સાત રાજ્યોની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે ભલામણ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં કોલેજિયમે બેઠક બાદ નામ કેન્દ્રને મોકલ્યા છે. કેન્દ્રની મંજૂરી બાદ મહિલા જજ સુનીતા અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટનો ચાર્જ સંભાળશે.

આ સાત હાઈકોર્ટને મળશે નવા ચીફ જસ્ટિસ

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેરળ, ઓરિસ્સા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગાણા અને ગુજરાતની સાત હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની આગેવાની હેઠળની કોલેજિયમ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને સંજીવ ખન્નાએ ઠરાવો પસાર કર્યા હતા.