×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એશિયા કપનું શેડ્યુલ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો, શ્રીલંકામાં રમાશે મેચ

નવી દિલ્હી, તા.19 જુલાઈ-2023, બુધવાર

આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલે (ACC) આગામી એશિયા કપનું શેડ્યૂલ જારી કરી દીધું છે. આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ થશે. એશિયા કપની મેચો પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાડાશે. ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન જવાનો ઈન્કાર કરાયા બાદ એસીસી અને પીસીબીએ ‘હાઈબ્રિડ મોડલ’નો સ્વીકાર કરી લીધો છે. ટીમ ઈન્ડિયા તેની મેચો શ્રીલંકામાં રમશે. ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરના રોજ મેદાનમાં ઉતરશે.


ACCના અધ્યક્ષ જય શાહે ટ્વીટ કરીને શેડ્યૂલ જાહેર કર્યું

એસીસીના અધ્યક્ષ જય શાહે ટ્વીટ કરીને શેડ્યૂલ જાહેર કર્યું. તેમણે લખ્યું છે કે, મને બહુપ્રતિષ્ઠિત પુરુષ વન-ડે એશિયા કપ-2023ના શેડ્યૂલની જાહેરાત કરતા આનંદ થાય છે, જે વિવિધ દેશોને એક સાથે બાંધનારા એકતા અને એકજુટતાનું પ્રતિક છે. ચાલો આપણે ક્રિકેટના ઉત્સાહની ઉજવણીમાં સામેલ થઈએ અને આપણે તમામ જોડાતા બંધનોની કદર કરીએ...

મુલ્તાનમાં રમાશે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ

ટુર્નામેન્ટમાં 6 ટીમોને 2-2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, યજમાન પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ એમાં છે. જ્યારે ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો સમાવેસ થાય છે. 30 ઓગસ્ટે મુલતાનમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે ઓપનિંગ મેચ રમાશે. જ્યારે શ્રીલંકાની ધરતી પર પ્રથમ મેચ 31 ઓગસ્ટે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે કેન્ડીમાં રમાશે.

ભારતનું શેડ્યૂલ

ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં પાકિસ્તાન સામે રમશે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરે ભારતનો મુકાબલો નેપાળ સામે આ જ મેદાન થશે.