×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનના વિદેશ મંત્રી કિંગ ગેંગ થયા ગુમ, છેલ્લા ત્રણ અઠવાડિયાથી નથી કોઈ અતોપતો!

Image : Twitter screen grab

ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ થઈ ગયા છે અને હાલ તોના કોઈ સંકેત જણાઈ રહ્યા નથી. ચીનના વિદેશ મંત્રી એવા સમયે 'ગુમ' થયા છે જ્યારે ચીનમાં રાજદ્વારી ગતિવિધિઓ વધી છે. અમેરિકી રાજદ્વારી જોન કેરી જળવાયુ સંકટ પર ચર્ચા કરવા બેઇજિંગ પહોંચ્યા છે, પરંતુ ચીનના વિદેશ મંત્રીની ગેરહાજરી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બધા લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે કિન ગેંગ ક્યાં છે? રાજદ્વારી તરીકે લાંબો સમય વિતાવનાર કિન ગેંગને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે.

કિંગને ડિસેમ્બરમાં બઢતી આપવામાં આવી હતી

ચીનના 57 વર્ષીય વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયા કરતા પણ વધુ સમયથી જાહેરમાં જોવા મળ્યા નથી. જેના કારણે ચીનમાં અટકળોનો દોર વધુ તેજ બન્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજદૂત તરીકે ટૂંકા કાર્યકાળ બાદ ડિસેમ્બરમાં કિંગને વિદેશ પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી હતી. ગેંગ એક વ્યાવસાયિક રાજદ્વારી છે અને તેને ચીનના નેતા શી જિનપિંગનો વિશ્વાસુ સહયોગી માનવામાં આવે છે. વિદેશ મંત્રી તરીકે કિન ગેંગે યુએસ પર લોન્ચ કરાયેલા શંકાસ્પદ ચીની જાસૂસી બલૂન મુદ્દે વોશિંગ્ટનને ઠપકો આપ્યો હતો. આ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ખાસ્સી બગડી ગયા હતા. બંને પક્ષો વચ્ચેના વણસેલા સંબંધોને સુધારવા અને વાતચીત પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મામલામાં જૂનના મધ્યમાં બેઇજિંગની મુલાકાત દરમિયાન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે મુલાકાતનો સમાવેશ થાય છે.